Ajab Gajab: પોતાને હ્યુમન બાર્બી ગણાવતી મહિલા યુવાન દેખાવા પુત્રના લોહીનો ઉપયોગ કરશે.
Ajab Gajab: એક અમેરિકન મહિલાએ ખુલાસો કર્યો છે કે તે પોતાની યુવાની જાળવી રાખવા માટે તેના પુત્રના લોહીનો ઉપયોગ કરશે. 47 વર્ષની માર્સેલા ઇગલેસિયા પોતાને ‘હ્યુમન બાર્બી’ કહે છે. મહિલાનો દાવો છે કે તેના 23 વર્ષના પુત્રએ સૌંદર્યની સારવાર માટે પોતાનું રક્તદાન કરીને ખુશી વ્યક્ત કરી છે. મહિલાનું એમ પણ કહેવું છે કે દીકરો તેની દાદી માટે પણ એવું જ કરવા ઈચ્છે છે.
એક અહેવાલ મુજબ, લોસ એન્જલિસની ઇગ્લેસિયા માને છે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન શરીરમા યુવા કોષોને જાળવવામાં મદદ કરે છે, ખાસ કરીને જો દાતા પોતાનો પુત્ર હોય. તેમણે જણાવ્યું હતું કે આ સારવાર વિશે તેમને ત્યારે ખબર પડી જ્યારે તેમણે સ્ટેમ સેલ થેરાપી અજમાવી હતી. ઇગ્લેસિયા હવે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે ડોક્ટર શોધી રહી છે.
View this post on Instagram
તેમણે બ્લડ ટ્રાન્સફ્યુઝનના ફાયદા જણાવતા કહ્યું કે આનાથી શરીરમાં ઓક્સિજન વહન કરવા માટે તાજા લાલ રક્ત કોષો ઉત્પન્ન થાય છે. પ્લાઝ્મામાં પ્રોટીન અને બ્લડ ક્લોટિંગ તત્વો હોય છે, જે હીલિંગ માટે યોગ્ય છે. જો કે, યુવા વ્યક્તિના લોહીથી કોઈ યુવાન બની જશે, એના ચોક્કસ પુરાવા નથી.
શું આનાથી કોઈ ખતરો છે?
2019 માં, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને લોકોને યુવાન દાતાઓ તરફથી પ્લાઝ્મા ઇન્ફ્યુઝન સામે ચેતવણી આપી હતી કારણ કે તે ગંભીર સ્વાસ્થ્ય પરિણામો લાવી શકે છે. આમ કરવાથી, પીડિતને યાદશક્તિમાં ઘટાડો, પાર્કિન્સન, અલ્ઝાઈમર અને હૃદય રોગ જેવા ગંભીર રોગોના જોખમનો સામનો કરવો પડી શકે છે.
અત્યાર સુધીમાં રૂ. 85 લાખ ખર્ચ કરી ચૂકી છે
ઇગ્લેસિયા અત્યાર સુધીમાં કોસ્મેટિક સર્જરી પર $99,000 (લગભગ રૂ. 85 લાખ) ખર્ચ કરી ચૂકી છે અને હવે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવાની છે. એ માટે તે કડક ડાયટ ફોલો કરે છે, દરરોજ એક કલાક કસરત કરે છે અને આઠ કલાક ઊંઘ લે છે. તે સોયા પ્રોડક્ટ્સ અને દારૂથી દૂર રહે છે. તેને માછલી ખાવું પસંદ છે. તેણે કહ્યું, “મને વૃદ્ધાવસ્થા પસંદ નથી.”