મુંબઈ : નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ મેકર મધુર ભંડારકરે સૈફ અલી ખાન અને કરીના કપૂરના પુત્ર તૈમૂરને લઈને ફિલ્મ બનાવવા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વાત નકારવાની સાથે કહ્યું કે, તેઓ તૈમૂર પર કોઈ ફિલ્મ બનાવી રહ્યા નથી. સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર સ્ટાર કિડ્સ પૈકી એક છે. જેની પોપ્યુલારિટી સમગ્ર દેશમાં છે. તેની તસવીરો અને વિડિયોઝ હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલમાં જ ચર્ચા હતી કે નિર્દેશક મધુર ભંડારકરે તૈમૂર નામથી ટાઇટલ રજીસ્ટર કરાવ્યું છે અને તેઓ તૈમૂર પર ફિલ્મ બનાવવાના છે.
તાજેતરમાં, મધુર ભંડારકરે એક બુક લોન્ચની ઇવેન્ટ પર હાજર રહ્યા હતા. તેમને આ ફિલ્મને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, “એવું કંઈ નાથીનથી. મારા પ્રોડક્શન હાઉસની અંડરમાં ઘણા ટાઇટલ રજીસ્ટર્ડ થઇ રહ્યા છે. જેમાં એવોર્ડ્સ અને બૉલીવુડ વાઇવ્સ જેવા નામ સામેલ છે.”
મધુર ભંડારકરે વધુમાં કહ્યું કે, તેમની આગામી ફિલ્મનું નામ ગાલિબ છે. તેમણે કહ્યું કે, ‘મારી જર્ની ચાંદની બાર ફિલ્મથી શરુ થઇ હતી અને મારી છેલ્લી ફિલ્મ ઇન્દુ હતી, જે ખુબ સારી ફિલ્મ હતી. હાલ એક ફિલ્મ પર કામ કરી રહી છું. જેનું નામ ગાલિબ છે. આ ફિલ્મની સ્ટોરી બાલૂ માફિયા પર આધારિત છે. હાલમાં તેના પર રિસર્ચ ચાલી રહ્યું છે.”