મુંબઈ : અજય દેવગણની આગામી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ 17 મેના રોજ રીલીઝ થશે. તાજેતરમાં મૂવી ટ્રેઇલર રિલીઝ થયું હતું. જે લોકોને ખૂબ જ ગમ્યું હતું. ટ્રેલરમાં એક સંવાદ છે જે ચર્ચાનો વિષય બની ગયો છે. વાસ્તવમાં, આ ફિલ્મની સ્ટોરી પ્રેમી દંપતિ વચ્ચે વયના મોટા તફાવત પર આધારિત છે. ટ્રેલરમાં મોટી ઉંમરની જોડીઓનું ઉદાહરણ ટાંકતા અજય દેવગણ, સૈફ અલી ખાન અને કરીના કપૂર નામ લઈ રહ્યો છે.
એક રિપોર્ટ મુજબ, ટ્રેલરના આ સંવાદને લઈને જ્યારે સૈફ અલી ખાનની પ્રતિક્રિયા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેને કૂલ ગણાવ્યું હતું. તેના પરથી જાણવા મળે છે કે, સૈફને અજય દેવગનના આ પ્રકારના ડાયલોગથી કોઈ પ્રોબ્લેમ નથી. સૈફએ આ ડાયલોગને લઈને અજય દેવગણની પ્રશંસા કરી અને તેના આ અંદાજને કુલ ગણાવ્યો હતો. સૈફે એ વાતની પણ પ્રશંસા કરી કે અજયે કહું જ સરસ રીતે આ પ્રકારના રોલને પ્લે કર્યો છે.
ફિલ્મમાં અજય દેવગન 50 વર્ષીય વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે. તેની સામે રકુલ પ્રીત 26 વર્ષની એક યુવાન છોકરીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, અજય દેવગણે તેમની પત્ની તબુથી છૂટાછેડા આપી દીધા છે અને રકુલ પ્રીત સાથે ડેટ કરી રહ્યો છે. આ ઉપરાંત, આલોક નાથ, જાવેદ જાફરી, જિમી શેરગિલ જેવા અભિનેતાઓ ફિલ્મમાં જોવા મળશે.