Gopal Italia : જનતાના હિત માટે ગોપાલ ઈટાલિયાએ પોતાના શરીર પર માર્યા પટ્ટા
ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર અને અપરાધમાં ઉછાળા સાથે ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો
કહ્યું- મારા આ કૃત્યથી લોકોમાં જાગૃતિ આવે અને ગુજરાત માટે લડત આપે
Gopal Italia : ગુજરાતની જનતાના હિત માટે સતત લડત આપતા ગોપાલ ઈટાલીયાએ સુરતમાં યોજાયેલી જનસભામાં ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે પોતાના આશયો અને ન્યાય માટે કરેલા પ્રયત્નોની નિષ્ફળતા અંગે જાહેરમાં માફી માગી હતી. આ દરમિયાન ગુજરાતની જનતાનો આત્મા જાગે તેવા આશય સાથે તેમણે સ્ટેજ પર જ પોતાને પટ્ટા માર્યા હતા.
જનસભામાં ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે, તેમણે લઠ્ઠાકાંડ, મોરબીકાંડ, અગ્નિકાંડ, પેપરલીક કાંડ, સરઘસકાંડ અને જસદણ બળાત્કાર જેવી અનેક ગંભીર ઘટનાઓમાં ન્યાય માટે કાયદાકીય, સામાજિક અને રાજકીય લડત આપી હતી. તેમ છતાં, ભ્રષ્ટ રાજકારણ અને પ્રશાસનના કારણે કોઈને ન્યાય અપાવામાં સફળતા મળી નહીં.
આ વધુમાં તેઓએ જણાવ્યું કે, અમરેલીની એક નિર્દોષ દીકરીને પોલીસે છ પટ્ટા મારીને બેરહમીથી શોષણ કર્યું હતું. આ ઘટનામાં ન્યાય અપાવામાં તેઓ નિષ્ફળ રહ્યા તેની ખરી જવાબદારી સ્વીકારતાં ગોપાલ ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને છ પટ્ટા માર્યા હતા.
તેમના મતે, ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર અને અપરાધમાં ઉછાળા સાથે ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ન્યાય માટે સતત અવાજ ઉઠાવવાથી છતાં પરિણામ ન મળતાં ગોપાલ ઈટાલીયાએ આ ચિંતાજનક પગલું ભર્યું. તેમણે કહ્યું કે, “કદાચ મારા આ કૃત્યથી લોકોમાં જાગૃતિ આવે અને ગુજરાત માટે લડત આપે.”
આ ઘટના બાદ પ્રજામાં ભારે ચર્ચા ઉઠી છે અને ગોપાલ ઈટાલીયાની આ ત્યાગભરેલી ઘટના લોકોના ધ્યાને આવી છે.
સમગ્ર મામલાની જાણકારી
આ વિવાદની શરૂઆત એક નકલી લેટરપેડના વાયરલ થવા સાથે થઈ હતી, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ લેટરપેડ સોશ્યલ મિડિયા પર પ્રસારિત થતાં, તેમના સમર્થકો ગાંધીનગર સુધી રજૂઆત કરવા પહોંચી ગયા હતા. આ મામલો ગ્રામ્ય પોલીસ વડા સુધી પહોંચતા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી અને ધારાસભ્યને બદનામ કરવાના પ્રયાસમાં જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી, જેમાં ભાજપના એક પૂર્વ હોદ્દેદારનો સમાવેશ થયો.
આ વિવાદ તીવ્ર બન્યો જ્યારે પોલીસ પાટીદાર યુવતી પાયલ ગોટીની ધરપકડ કરી અને આચરણને લઈને તેણી પર માર મારવાનો આરોપ લગાવાયો.
મામલો વધુ વિકરીત થયો ત્યારે જ્યારે સોશિયલ મિડિયા પર ફેરવાતા બોગસ લેટરપેડના કારણે ચર્ચા ઊઠી હતી. આ મામલે જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવા અને તપાસ શરૂ કરવામાં આવી, જેના પરિણામે ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ વિવાદની મહત્તમ તીવ્રતા એ સમયે પહોંચી જ્યારે પાટીદાર યુવતી, પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું જેને લઈ ભારે વિરોધ વ્યક્ત થયો.
આ કેસના અંતર્ગત, પાટીદાર યુવતી પાયલ ગોટી દ્વારા જામીન મેળવ્યા પછી અમરેલીના કોર્ટ ખાતે પાટીદાર સમાજના લોકોએ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.