Kaprada: કપરાડા અને ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાન ભોજન યોજના હેઠળ ચાલતો વ્યાપક ભ્રષ્ટાચાર
- પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સરકારી મેનુ પ્રમાણે પોસ્ટિક આહાર આપવામાં આવતું નથી
- બાળકોને હલકી કક્ષાનું ભોજન પીરસતા બાળકોનું સ્વાસ્થય જોખમાય છે અને બાળક અભ્યાસમાં પણ નબળું સાબિત થઈ રહ્યું છે
- શાળામાં બાળકોને અપાતા ભોજન સંદર્ભે અનેક ફરિયાદો કરવામાં આવી છે પરંતુ ભ્રષ્ટ કારભારમાં સામેલ ભ્રષ્ટ અધિકારીઓ કોઈ તપાસ કરતા નથી ના આક્ષેપ
Kaprada કપરાડા અને ધરમપુર તાલુકામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને સરકારે નક્કી કરેલા મેનુ પ્રમાણે પૌષ્ટિક આહાર આપવામાં આવતો નથી જેની અસર બાળકોના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે અને ભણવામાં પણ નબળા થઈ રહ્યા છે સરકારની મધ્યાન ભોજન યોજનામાં મોટે પાયે ભ્રષ્ટ કારભાર ચાલી રહ્યો છે જે અંગે સ્થાનિકોએ સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ ભ્રષ્ટ કારભારમાં અધિકારીઓ સામેલ હોય માટે કોઈ કાર્યવાહી કરતા નથી
પ્રાપ્ત વિગત અનુસાર ધરમપુર અને કપરાડા તાલુકામાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં
અભ્યાસ અર્થે આવતા ગરીબ આદિવાસી બાળકોને સમયસર અને પોષણ યુક્ત આહાર મળે એ માટે મધ્યાન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે જેમાં બાળકોને કયા વારે કયું ભોજન આપવા માટે એક મેનુ તૈયાર કરી તમામ શાળા સંચાલકોને આપવામાં આવ્યું હતું. આ યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ અને સંચાલકોની મિલીભગતમાં બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવતું નથી અને નબળું ભોજન પીરસવામાં આવી રહ્યું છે અને પ્રાથમિક શાળામાં બાળકોને જે સુખડી આપવામાં આવે છે તે પણ પૌષ્ટિક હોતી નથી અને જે ખીચડીમાં પૂરતા પ્રમાણમાં તેલ કે અન્ય શાકભાજી પૂરતા પ્રમાણમાં નાખવામાં આવતા નથી.એટલી હલકી કક્ષાનું બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે.
આ ભોજન બાળકોની તંદુરસ્તી ને પણ જોખમ સાબિત થઈ રહ્યું છે ગરીબ બાળકો શાળામાં જેવું ભોજન આપવામાં આવે છે તે આરોગી રહ્યા છે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા ઓછી હોય છે અને સરકાર અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપી રહી છે મધ્યાન ભોજન યોજના હેઠળ બાળકોને હેલ્ધી ખોરાક ન આપી ખોટા અને બોગસ બીલો બનાવી મંજૂર કરાવી કરોડોનું ભ્રષ્ટાચાર વહીવટ ચાલી રહ્યો છે. પ્રાથમિક શાળાના બાળકોને પોષણ યુક્ત આહાર આપવામાં ન આવતા જેની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડે છે અને બાળક અભ્યાસમાં ખૂબ જ નબળો સાબિત થઈ રહ્યો છે.
પ્રાથમિક શાળાઓમાં મધ્યાન ભોજન હેઠળ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટ કારભાર ચાલી રહ્યો છે અને જે અંગે અનેક ફરિયાદો સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગને કરી છે પરંતુ કારભારમાં કેટલાક અધિકારીઓ સામેલ હોવાથી કોઈ કાર્યવાહી કરતા નથી એવો આક્ષેપ સ્થાનિક કરી રહ્યા છે.
વધુમાં સ્થાનિકો જણાવી રહ્યા છે કે શાળામાં બાળકોને આપવામાં આવતું ભોજન ખાવા લાયક હોતું નથી પરંતુ ગરીબ આદિવાસી બાળક મજબૂર થઈ રહ્યા છે મધ્યાન ભોજન યોજનામાં ચાલતો વ્યાપક ભ્રષ્ટાચાર કારભારની તળિયા ઝાટક તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટ વહીવટ પ્રકાશમાં આવે અને ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટ ચહેરાઓ પ્રજા સમક્ષ આવે એવું જણાવી રહ્યા છે.