મુંબઈ : વિવાદાસ્પદ ફિલ્મ ‘કામસૂત્ર 3D’ની અભિનેત્રી સાયરા ખાનનું શુક્રવારે નિધન થઇ ગયું. આઇબી ટાઇમ્સના અહેવાલ અનુસાર, સાયરા કાર્ડિયાક હુમલાને લીધે મૃત્યુ પામી હતી. ‘કામસૂત્ર 3D’ માં, સાયરાએ અભિનેત્રી શરલીન ચોપરાનું સ્થાન લીધું હતું.
ફિલ્મની રિલીઝ દરમિયાન શર્લિનને લઈને ઘણો વિવાદ પણ થયો હતો, જેના કારણે સાયરાને જે ઓળખની જરૂર હતી તે મળી ન હતી. સાયરાના મૃત્યુ પછી ‘કામસૂત્ર 3D’ના નિર્માતા સ્પેશ પોલે દુઃખ વ્યક્ત કર્યું છે. સાયરાના મૃત્યુ અંગે તેમણે એક એન્ટરટેનમેન્ટ પોર્ટલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને આ વાતની જરા પણ અપેક્ષા ન હતી. રૂપેશે કહ્યું કે, શર્લિનનું સ્થાન લીધા બાદ સાયરાએ ખુબ જ મુશ્કેલીનો સામનો કર્યો હતો.
તેમણે કહ્યું કે આ પાત્ર સાયરા માટે ખૂબ જ પડકારરૂપ હતું. તે એક મુસ્લિમ પરિવારમાંથી હતી, જે ખૂબ જ રૂઢિચુસ્ત પરિવાર હતો. આ કારણે, અમને સાયરાને ફિલ્મમાં લેવામાં સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પરંતુ જયારે સાયરાએ પાત્ર ભજવ્યું, ત્યારે તેણે સાબિત કર્યું કે કોઈ પણ તેના કરતાં વધુ સારી રીતે આ પાત્રને નિભાવી શકે જ નહીં.
રૂપેશે સાયરાના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતા એ વાત પર સવાલ ઉઠાવ્યો હતો કે, સૌથી વધુ દુઃખ છે કે સાયરાના જવા પર કોઈપણ પોતાની સંવેદના જારી કરી નથી. તે એક શ્રેષ્ઠ અભિનેત્રી હતી. હું તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાયરા ખાનનું મોત કાર્ડિયાક હુમલાથી થયું હતું.