Man becomes beggar for 1 day: રોડ પર ભિખારી બની એક દિવસ માટે પૈસા માગ્યા, કમાણી જોઈને તમે પણ આશ્ચર્યચકિત રહી જશો!
શુભદીપ પોલ એક દિવસ માટે ભિખારી બની ગયો અને આખો દિવસ લોકો પાસે પૈસા માગતો રહ્યો અને 90 રૂપિયા એકત્રિત કર્યા
વિડિયોએ 15 લાખથી વધુ વ્યૂઝ મેળવી લોકોમાં ભારે ચર્ચા જમાવી છે, સાથે જ લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી
Man becomes beggar for 1 day: એક સમય હતો જ્યારે લોકો ભીખ માંગવાનું હીન માનતા અને જીવવામાં કોઈપણ નાનું-મોટું કામ કરીને ગુજરાન ચલાવવા માટે તૈયાર રહેતા, પરંતુ ભીખ માગવા માટે ક્યારેય રાજી ન થતા. સમય બદલાતા સોશિયલ મીડિયા વાયરલ થવાની દોડમાં લોકો કોઈપણ વસ્તુ માટે તૈયાર છે, જેમાં ભિખારી બનવાનું પણ સામેલ છે. તાજેતરમાં, એક યુવાન કન્ટેન્ટ ક્રિએટર એક દિવસ માટે ભિખારી બન્યો અને આખો દિવસ લોકો પાસે પૈસા માગતો રહ્યો. તેની કમાણી જોઈ તે પોતે પણ ચોંકી ગયો અને જણાવ્યું કે ગરીબોના કમાયેલા પૈસા તેણે લીધા છે.
શુભદીપ પોલ (Moosazindahai) નામનો કન્ટેન્ટ ક્રિએટર, જે વારંવાર નવા ચેલેન્જ લેતા વીડિયો બનાવે છે, આ વખતે તેણે પોતાને ભિખારી બનવાનું ચેલેન્જ આપ્યું. વીડિયોની શરૂઆતમાં તેણે જણાવ્યું, “હું જોઈશ કે આખો દિવસ ભીખ માંગીશ તો કેટલા પૈસા કમાઈશ.”
રોડ પર ભિખારી બની અનુભવ
શુભદીપ એક ભીડભાડવાળા રોડ પર પહોચ્યો અને બાઇક સવારો પાસે પૈસા માગવા લાગ્યો. લાંબા સમય સુધી આમતેમ ફર્યા છતાં તેને કોઈ મદદ ન મળી, પછી તેણે રેલવે સ્ટેશન તરફ ગયો. ત્યાં તેને ઘણા લોકોની સલાહો મળી. કેટલાક લોકોએ કહ્યું, “યુવાન અને તંદુરસ્ત છોકરો હોવા છતાં કામ છોડીને ભીખ કેમ માંગી રહ્યો છે?” આ છતાં, થોડા લોકોએ તેને મદદરૂપ થઈ પૈસા આપ્યા. આખરે તેણે 90 રૂપિયા એકઠા કર્યા અને તે રૂપિયા એક ગરીબ મહિલાને આપી દીધા.
View this post on Instagram
આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
શુભદીપના આ વીડિયોને અત્યાર સુધી 15 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. સાથે જ ઘણા લોકોએ કમેન્ટ કરીને પ્રતિક્રિયાઓ આપી.
“ગરીબના 90 રૂપિયા પણ ઝૂંટવી લીધા.”
“શખ્સે આ અનુભવ CV પર લખી દેવો જોઈએ.”
“ભિખારી ગેંગે તેને પકડ્યું કેમ નહીં?”
“યુવાનનો આત્મવિશ્વાસ કમાલનો છે!”
શુભદીપનો આ વિડીયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે, અને સોશિયલ મીડિયા પર વાયરલ હોવાની ઉદાહરણ પૂરી પાડે છે કે કન્ટેન્ટ ક્રીએશન માટે આજના યુવાન કઈ હદ સુધી જઈ શકે છે!