જેલમાં બંઘ અને બાહૂબલિ અતીક અહેમદને સુપ્રીમ કોર્ટમાંથી ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અતીકને યુપની નૈની જેલમાંથી ગુજરાત જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રિએલ એસ્ટેટના ડીલર મોહિત જ્યસ્વાલ સાથે મારામારીના કેસની તપાસ પણ સીબાઆઈને સોંપવાનો હુકમ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે અતીક અહેમદ વિરુદ્વ તમામ કેસોને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનું પણ જણાવ્યું છે, અને તમામ સાક્ષીઓને પૂરતી સલામતી આપવાના પણ નિર્દેશ આપ્યા છે. અપરાધિક મામલાની તપાસમાં દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંઘ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાંઠગાંઠના ગુનાહિત કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ હુકમ કર્યો છે.
આ મામલે યુપીની સરકારે પાછલા મહિને કોર્ટમાં કહ્યું હતું કે દેવરીયા જેલમાં બંધ પૂર્વ સાંસદ અતીક અહેમદે પાછલા વર્ષે 26મી ડિસેમ્બરે જમીનનો ધંધો કરતા ડીલરની સાથે મારામારી કરી હતી. રાજ્ય સરકારે આ ઘટનાને સમર્થન આપ્યું હતું અને જેલમાં ફીટ કરાયેલા સીસીટીવી ફૂટેજ સાથે ગરબડ કરવામાં આવી હોવાનું પણ નોંધ્યું હતું.
અતીક અહેમદના વકીલોએ દલીલ કરી હતી કૈદીને તેના હોમ ટાઉનથી અને જ્યાં કેસ ચાલે છે ત્યાંથી 200 કિ.મીના અંતરની જેલમાં જ રાખવાની જોગવાઈ છે. આ એટલા માટે છે કે લાંબા અંતરની જેલમાંથી કોર્ટમાં રજૂ કરતી વખતે લાંબો અંતર કાપવાનો રહે છે. કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી.