David Warner PSL 2025: ડેવિડ વોર્નર કરાચી કિંગ્સ સાથે જોડાયો
David Warner PSL 2025 અનુભવી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પાકિસ્તાન સુપર લીગ 2025 (PSL)માં કરાચી કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. કરાચી કિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો અને તે PSL ડ્રાફ્ટ દરમિયાન પ્લેટિનમ કેટેગરીના ખેલાડી બન્યા.
David Warner PSL 2025 વોર્નર IPL 2025માં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, જ્યાં તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી, પરંતુ તેને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. આમ છતાં વોર્નર હવે પાકિસ્તાન સુપર લીગમાં રમતા જોવા મળશે. તેની વિસ્ફોટક બેટિંગ અને લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને કરાચી કિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. વોર્નર અગાઉ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે અને હવે પીએસએલમાં કરાચી કિંગ્સ તરફથી રમશે.
https://twitter.com/KarachiKingsARY/status/1878731876590084341
વોર્નરની IPL કારકિર્દી શાનદાર રહી છે. તેણે 184 મેચમાં 6565 રન બનાવ્યા છે જેમાં 4 સદી અને 62 અડધી સદી સામેલ છે. વધુમાં, તેણે બિગ બેશ લીગમાં 19 મેચો રમી છે, અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને કેરેબિયન પ્રીમિયર લીગમાં પણ તેની ભૂમિકા ભજવી છે.
વોર્નર ઉપરાંત કરાચી કિંગ્સે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલ્નેને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મિલ્ને તેની ઘાતક બોલિંગ માટે પ્રખ્યાત છે અને તેણે 53 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 57 વિકેટ લીધી છે. આ સિવાય કરાચી કિંગ્સે પાકિસ્તાનના અબ્બાસ આફ્રિદીને પણ ડ્રાફ્ટ કર્યો છે, જે પાકિસ્તાન તરફથી T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. બંને ખેલાડીઓ પ્લેટિનમ કેટેગરીના ખેલાડીઓ છે.
https://twitter.com/thePSLt20/status/1878732004793237796
કરાચી કિંગ્સે આ સિઝન માટે એક મજબૂત ટીમ બનાવી છે, જેમાં વોર્નરની બેટિંગ અને મિલ્નેની બોલિંગના સંયોજનથી સફળતા અપેક્ષિત છે.