મુંબઈ : એકતા કપૂરનો શો ‘કસોટી જિંદગી કી 2’ શરૂઆતથી જ ચર્ચામાં છે. શોમાં હાલના દિવસોમાં ચાલી રહેલ પ્લોટ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. માત્ર સ્ટોરી લાઈન જ નહીં પરંતુ સીરીયલના એક્ટર્સને પણ ચાહકો ખૂબ પસંદ કરે છે. શોમાં એરિકા ફર્નાન્ડિઝ પ્રેરણાનો, હિના ખાન કમોલિકાનો, પાર્થ સમથાન અનુરાગનો અને પૂજા બેનર્જી નિવેદિતાનો રોલ પ્લે કરી રહી છે.
શોની લોકપ્રિયતાની સ્થિતિ એ છે કે, હવે માર્કેટમાં તેના આઇકોનિક કેરેક્ટર કામોલિકા, પ્રેરણા અને નિવેદિતાની ડોલ (ઢીંગલી) પણ આવી ગઈ છે. પ્રોડ્યુસર એકતા કપૂરે સોશિયલ મીડિયા પર તેની તસ્વીર શેર કરી તેને વખાણ તરીકે લીધું છે.
એકતાએ તસવીર શેર કરવાની સાથે લખ્યું કે, “આ આઇકોનિક કેરેક્ટર માટે ખુબ જ મોટા વખાણ છે ! પ્રેમ માટે લોકોનો આભાત !!! કમોલિકા ઢીંગલી અને પ્રેરણા ઢીંગલીમાંથી તમને કઈ ગમે છે ?”
હિના ખાન, કોમોલિકા ઢીંગલી વિશે જાણીને આશ્ચર્યચકિત થઇ ગઈ છે. આ સાથે જ પૂજા બેનર્જીએ ઇન્સ્ટા સ્ટોરી પર તસવીર શેર કરી અને તેની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, “આ ખૂબ સુંદર છે. પ્રેમ માટે આભાર.” પૂજા બેનર્જીના લૂકવાળી ડોલ તેના ઓનસ્ક્રીન રોલ નિવેદિતાની જેમ મોટો ચાંદલો, વાયબ્રન્ટ સાડી અને ફૂલ – ઓન સ્વેગ સાથે તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ કમોલિકા અને પ્રેરણાની ડોલ એકદમ તેના જેવી જ લાગી રહી છે.