Saif Ali Khan: સૈફ અલી ખાન નહીં પણ તેના પુત્રો તૈમૂર અને જહાંગીર હતા હૂમલાખોરોનો ટાર્ગેટ?
Saif Ali Khan પર કેટલાક હૂમલાખોરોએ તેના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સૈફ પર છ વાર છરી વડે હુમલો કરીને તેને ઘાયલ કર્યો હતો. સૈફ અલી ખાન પર ચોરીના ઈરાદે આવેલા ચોરોએ હુમલો કર્યો હતો. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ચોરો અને તેના નોકર વચ્ચેની દલીલ સાંભળીને સૈફ બહાર આવ્યો હતો અને તેની હૂમલાખોરો સાથે ઝપાઝપી પણ થઈ હતી. ત્યાર બાદ હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે સૈફ અલી ખાનના ઘરે આવેલા હૂમલાખોરોનો પહેલો ટાર્ગટ સૈફ અલી ખાન નહીં પરંતુ તેના બે પુત્રો તૈમૂર અલી ખાન અને જહાંગીર હતા. પોતાના પરિવારને બચાવવા માટે, સૈફ તે ગુંડાઓ સાથે લડેયો અને ગુંડાઓએ સૈફ પર છરી વડે હુમલો કર્યો.
સૈફ અલી ખાન પર હુમલાખોરોએ હુમલો કર્યો હતો
Saif Ali Khan હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ડોક્ટરોનું નિવેદન પણ બહાર આવ્યું છે. તેમણે જણાવ્યું કે સૈફ અલી ખાન પર 6 વાર કરવામાં આવ્યા હતા. જે તેની કરોડરજ્જુની નજીક છે.જ્યારે બે ઘા ખૂબ ગંભીર છે. જેના કારણે તેની સર્જરી ચાલી રહી છે. હવે આ દરમિયાન પિંકવિલાનો એક રિપોર્ટ બહાર આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈફ હૂમલાખોરોના નિશાના પર નહોતો. હૂમલાખોરો તેના પુત્રો તૈમૂર અને જહાંગીરના રૂમમાંથી શરૂઆત કરી. નવાઈની વાત એ છે કે બિલ્ડિંગના સુરક્ષા ગાર્ડે દાવો કર્યો હતો કે તેણે કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશતા જોયો નથી. આ દરમિયાન પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ તેમના પિતા સૈફ અલી ખાનને મળવા માટે હોસ્પિટલ પહોંચી ગયો છે.
ડોક્ટરોએ સૈફ અલી ખાનના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું
સૈફ અલી ખાનની ટીમે હવે ખુલાસો કર્યો છે કે આ ઘટના ત્યારે બની જ્યારે સૈફ તેના પરિવારને સીડી નીચે ઉતરવામાં મદદ કરી રહ્યો હતો. પછી, હુમલાખોરોથી પોતાના પરિવારને બચાવવામાં વધુ સતર્કતા બતાવીને, તેણે હૂમલાખોરોનો સામનો કર્યો હતો. બાદમાં હુમલાખોરોએ તેના પર છરીના ઘા ઝીંક્યા.
તમને જણાવી દઈએ કે, લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું છે કે સૈફ અલી ખાનને સવારે 3:30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉ. ઉત્તમાણીએ કહ્યું કે ન્યુરો સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, પરંતુ પ્લાસ્ટિક સર્જનો હજુ પણ ઘાની સારવાર કરી રહ્યા છે. તેમણે ખાતરી આપી, “સૈફ ખતરામાંથી બહાર છે. અમે એક કલાકમાં રિપોર્ટ આપીશું.