મુંબઈ : સન્ની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ ગદરને પ્રેક્ષકો અને ક્રિટિક્સે ખુબ જ પસંદ કરી હતી. આમાં તેમણે તારા સિંહની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેની ઓપોઝીટ અમિષા પટેલ દેખાઈ હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે ચર્ચા થઈ રહી છે કે તેની સિક્વલની રચના થઈ રહી છે. અનિલ શર્મા દ્વારા ગદરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ લગભગ રૂ .18 કરોડમાં બની તી અને તેણે રૂ. 256 કરોડની કમાણી કરી હતી.
એક અહેવાલ અનુસાર, ફિલ્મના સિક્વલને લઈને 15 વર્ષથી કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ જ્યાં પૂર્ણ થઇ હતી ત્યાંથી જ આગળ વધશે. સની દેઓલ (તારા સિંઘ), અમીષા પટેલ (શકીના) અને તેના પુત્ર જીતની વાર્તા હશે. ફિલ્મની વાર્તા ભારત-પાકિસ્તાનના એન્ગલથી આગળ વધારવામાં આવશે.
એવું કહેવામાં આવે છે કે ફિલ્મની વાર્તા સની દેઓલ સાથે ચર્ચા કરવામાં આવી છે. જે રીતે બાહુબલી, રેમ્બો અને ફાસ્ટ અને ફયુરિયસ જેવી ફિલ્મોમાં સ્ટાર કાસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો ન હતો, તેવી જ રીતે ગદરની સિક્વલમાં પણ મોટાભાગે જુના સ્ટારકાસ્ટ જ જોવા મળશે.
રિપોર્ટ્સ મુજબ, સની દેઓલે 2009 માં રિલીઝ થયેલી હિટ મૂવી ‘અપને’ની સિક્વલ પર પણ કામ કરવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મમાં સન્ની દેઓલે પિતા ધર્મેન્દ્ર અને ભાઈ બોબી દેઓલ સાથે કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સન્ની દેઓલની તાજેતરમાં જ ‘બ્લેન્ક’ ફિલ્મ રિલીઝ થઇ છે. આમાં તેણે વરિષ્ઠ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે.