BZ Scam: CID ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, 10 દિવસના રિમાન્ડ માટે અરજી
BZ Scam આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને CID ક્રાઈમે બીજી ઠગાઈના ગુનામાં ધરપકડ કરી છે, અને કોર્ટે તેની ત્રણ દિવસના રિમાન્ડ માટે મંજૂરી આપી છે. મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રિમાન્ડ અરજી પર કોર્ટમાં જણાવ્યું હતું કે, “ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કર્યા અને વધુ રોકાણ કરાવવાની લોભામણી જાહેરાતો કરી. આ અંગે એજન્ટો સાથે મળીને બાલી, ગોવા અને માલદીવમાં ટુર યોજી હતી, અને ત્યાં જલ્સા કર્યા હતા.”
સરકારી વકીલે વધુમાં જણાવ્યું કે, “આરોપીએ નિકેશભાઈ પટેલને ફ્રેન્ચાઈઝી આપી હતી અને હોટલોમાં સેમિનાર યોજી, જેમાં સ્કીમો અને વ્યાજ વિશેની માહિતી આપી, મલ્ટી લેવલ માર્કેટિંગમાં રોકાણ કરાવ્યું. આ સાથે પ્રાતિજ ઓફિસના ભાડા કરાર અને એજન્ટો દ્વારા ઉઘરાવેલા નાણાંના હિસાબો મેળવવાના છે.”
બીજી બાજુ, આરોપી તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ મામલામાં અગાઉની તપાસ થઈ ચૂકી છે, અને આરોપીની હાજરીની જરૂર નથી. આ દલીલ છતાં, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ માટે આરોપીને સોંપવાનો આદેશ આપ્યો.