Ahmedabad plane crash : જો લીધી હોત FAAની ચેતવણી ગંભીરતાથી તો બચી શકી હોત 260 જિંદગીઓ

Arati Parmar
3 Min Read

Ahmedabad plane crash: વિમાનના એન્જિનોને ઇંધણ મળવાનું અટકી ગયું, FAAના જૂના ઈશારાને અવગણવાથી દુર્ઘટના સર્જાઈ

Ahmedabad plane crash: અમદાવાદમાં 12 જૂને થયેલા વિમાન દુર્ઘટનાને લઈને હવે તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા છે. એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર વિમાનમાં ટેકઓફના થોડી જ પળોમાં બંને એન્જિન બંધ થઈ ગયા હતા, કારણ કે ફ્યુઅલ સપ્લાય અચાનક બંધ થઈ ગયો હતો. જો કે એ સમયસૂચક મુદ્દાઓ પહેલાંથી જ જાણતા હતા—2018માં યુએસની Federal Aviation Administration (FAA) એ બોઇંગ વિમાનો માટે ખાસ સૂચનાઓ આપી હતી. પરંતુ એ સૂચનોને એર ઇન્ડિયાએ અવગણ્યા હતા, કારણકે તે ફરજિયાત ન હતા.

2018માં FAAએ આપી હતી મહત્ત્વપૂર્ણ ચેતવણી
ફ્યુઅલ સ્વીચ લોકિંગ સિસ્ટમમાં ખામીઓ, ભૂલથી બંધ થવાનો ખતરો

FAA દ્વારા કરવામાં આવેલી વિગતો મુજબ, કેટલાક બોઇંગ વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં લોકિંગ મિકેનિઝમ ન હતું. ટેકઓફ દરમિયાન ધ્રુજારી, અચાનક ખસેડવાનું અથડામણ કે પાઇલટની અજાણતા ટચ કરવાથી સ્વીચ બંધ થવાની શક્યતા રહેલી હતી. FAAએ આ બાબતને ગંભીરતાથી લીધા હતા અને દરેક એરલાઇનને એ અંગેના સુધારાની ભલામણ પણ કરી હતી. પરંતુ એર ઇન્ડિયાએ એ સૂચનને ફરજિયાત ગણ્યું નહીં.

Ahmedabad plane crash

પાઇલટની કોકપીટ વાતચીતમાંથી મળ્યો ઈશારો

“તમે સ્વીચ બંધ કરી દીધી?”… દુર્ઘટના પહેલાંનો ડાઇલૉગ સામે આવ્યો

જ્યારે વિમાન નીચે પડ્યું, ત્યારબાદની તપાસમાં કોકપીટ રેકોર્ડિંગ બહાર આવ્યું છે. તેમાં એક પાઇલટ બીજાને પૂછે છે, “શું તમે ફ્યુઅલ સ્વીચ બંધ કરી?” અને બીજાનું જવાબ હતું “નહીં”. આ પરથી અનુમાન લગાવવામાં આવ્યું કે સ્વીચ આપમેળે બંધ થઈ ગઈ હતી, જેના કારણે એન્જિનને ઇંધણ મળવાનું બંધ થઈ ગયું.

દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો તારણ

FAAના સૂચનો અવગણાયા, દુર્ઘટનામાં કોઈ પંખી અથડાતું કે હવામાનનું કારણ નહોતું…

Aircraft Accident Investigation Bureau (AAIB) દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં ન તો પક્ષી અથડાવાનું કારણ બન્યું હતું.. અને ન તો હવામાનની કોઈ સમસ્યા જવાબદાર હતી.. દુર્ઘટનાના કારણો અંદરથી જ હતાં. દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં તકો હતી જેને ટાળી શકાય, જો અગાઉના આંતરરાષ્ટ્રીય એવિએશન સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યા હોત.

Ahmedabad plane crash

શું આગળ હવે જવાબદારી નિર્ધારણ થશે?

એર ઇન્ડિયાએ માત્ર સૂચન માની લીધું અને પગલાં નહીં લીધાં, પરિણામે દુર્ઘટના સર્જાઈ…

વિશેષજ્ઞો માને છે કે આવી દુર્ઘટનાઓમાં માત્ર ટેકનિકલ ભૂલો નહિ, માનવ અવગણના પણ મોટું કારણ હોય છે. હવે નજર છે કે તપાસ અંતિમરૂપે કોણે જવાબદારી લેવી પડે તે તરફ આગળ વધે છે.

Share This Article