નવી દિલ્હી: દેશના સ્માર્ટફોન યુઝર્સ દરરોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરે છે, જ્યારે માત્ર થોડા વખત પહેલા દર મહિને 4 જીબીની સરેરાશ હતી. આ સાથે જ એન્ટ્રી લેવલ, મીડ અને પ્રીમિયમ સ્તર વિભાગોના યુઝર્સની દૈનિક ઑનલાઇન પ્રવૃત્તિઓ 90 મિનિટથી વધુ છે. આ માહિતી ગુરુવારે નીલસન ઇન્ડિયા રિપોર્ટમાં આપવામાં આવી હતી. ‘નીલસન સ્માર્ટફોન 2018 ‘ના અહેવાલમાં, એવું નોંધાયું છે કે ભારતમાં સ્માર્ટફોન માર્કેટ સૌથી ઝડપથી ઊભું થઈ રહ્યું છે, કારણ કે પોસાય એવી કિંમતે હેન્ડસેટ્સ અને પોસાય તેવી કિંમતે ડેટા મળતા આ સંખ્યામાં વધારો થયો છે. તમામ સેગમેન્ટ્સના સ્માર્ટફોન્સની માંગમાં વધારો થયો છે.
IPG-નીલસન ઇન્ડિયાના ડિરેક્ટર (ટેકનોલોજી) અભિજિત માટકરે કહ્યું કે, “હાઇ સ્પીડ 4G ઈન્ટરનેટનો ઉદય, બજેટ મોબાઈલ હેન્ડસેટ, કોલ,ડેટાની કિંમતમાં સુધારો થવાને કારણે ભારતમાં સ્માર્ટફોન રાખનારાઓની સંખ્યામાં વધારો થયો છે. અહીંના માસ માર્કેટની ડિમાન્ડને પૂરી કરવા માટે નવા ચિની અને ભારતીય હેન્ડસેટ ઉત્પાદકોએ 5,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં સસ્તા હેન્ડસેટ લોન્ચ કર્યા છે.
એપ્લિકેશનના ઉપયોગની વાત કરીએ તો, ભારતમાં ચેટ અને વીઓઆઈપી એપ્લિકેશન્સ તમામ ગ્રાહક સેગમેન્ટ્સ પર પ્રભુત્વ ધરાવે છે, ત્યારબાદ બ્રાઉઝર એપ્લિકેશન આવે છે. તારણો જણાવે છે કે, દરેક સેગમેન્ટ્સ યુટોરેટ બીટા એપ્લિકેશન સૌથી વધુ ડેટાનો વપરાશ કરે છે, તે પછી યુટ્યુબ આવે છે.