Meena Yasmin: પ્રકરણ-4, મીના યાસ્મીન- તેણે મનોમન ગાંઠ વાળી અને મુઠ્ઠીઓ ભીંસી, ઈબ્ને ખબીબનો કબાબ બનાવી દેવા તે હવે તૈયાર હતી
કૈસર હિજાબી મીના યાસ્મીનના ભાગી જવાથી ઘૂંઆપૂંઆ થઈ ગયો હતો. તે અકળાયો હતો. આ કાશ્મીરી છોકરી તેને હાથતાળી આપી ગઈ હતી. કશીક મોટી ગરબડની તેને આશંકા થવા લાગી. આમ પણ જે પ્રકારે પહેલાં તેના બે સાગરિતો માર્યા ગયા, ત્યાર બાદ 40 આતંકીઓને આર્મીએ વિમાનોમાંથી બોમ્બવર્ષા કરી મારી નાંખ્યા, ઘરમાં આગ લાગવી અને હવે મીના યાસ્મીનના ભાગી જવાથી કૈસર હિજાબી બદલો લેવા બેબાકળો બની ગયો હતો. મીના યાસ્મીન કઈ રીતે ભાગી શકે છે?કઈ રીતે આર્મીને ગુપ્ત સ્થળો વિશે માહિતી મળી રહી છે તે તમામ બાબતો કૈસર હિજાબીના મગજને ચકરાવે ચઢાવવા પૂરતી હતી.
આગમાં ભસ્મીભૂત થયેલા ઘરને કૈસર હિજાબી એકીટશે નિહાળી રહ્યો હતો. તેનામાં અપાર ગુસ્સો હતો. તે બબડ્યો, યે સબ હકીમ હડ્ડી ચિકન કી સાઝીશ હૈ….હકીમ કા બચ્ચા કિધર ગયા? હિજાબીએ મુઠ્ઠીઓ વાળી અને હોઠ ભીંસ્યા.
તે બોલ્યો, ઈબ્ને ખબીબી કો ઈત્તિલા(ખબર) દો કી કીસી ભી કિમત પર મીના યાસ્મીન 24 ઘંટે કે અંદર-અંદર મેરે સામને હાઝીર હોની ચાહીએ વર્ના, હિન્દુસ્તાન બાદ મેં, પર યહાં ઉસ સે પહેલે હી લાશોં કે ઢેર લગા દુંગા….હિજાબી વિફર્યો હતો. તેની પાસે ઉભેલા ચારથી પાંચ સાગરિતોને આદેશ આપીને તેણે હકીમ હડ્ડી ચિકનને પણ શોધી લાવવાનો આદેશ કર્યો.
કૈસર હિજાબી હવે શું કરશે તે અંગે હકીમ હડ્ડી ચિકન સારી રીતે જાણતો હતો, પણ હકીમને એ વાતની પણ સુપેરે જાણ હતી કે કૈસર હિજાબી તેનો આકા નથી. તેનો આકા તો દુર પાકિસ્તાનમાં ક્યાંક બેઠો હતો. આઝાદ કાશ્મીરમાં કૈસર હિજાબી લશ્કરે લાફાનીનો એક મ્હોરું માત્ર હતો. હકીમ નશ્ચિંત હતો. પણ તે ઈચ્છતો હતો કે હિજાબી સાથે ઘર્ષણમાં ન ઉતરે. તેણે એક યુક્તિ વાપરવાનો પ્લાન બનાવ્યો.
બપોરનો સમય હતો. હિજબી ભાજન લઈ રહ્યો હતો અને તે ટાણે જ હકીમ હડ્ડી ચિકન તેને સામે પ્રકટ થયો. હિજાબીના હાથમાં લેગ પીસ હતો. હિજાબીએ લેગ પીસને હકીમ તરફ ફેંક્યો, લેગ પીસ હકીમના મોઢા પર પડ્યો. હકીમની આંખોમાં જલન થઈ, તેણે આંખોને મસળી. તે કશુંક બોલે તે પહેલાં જ હિજાબીએ તેની તરફ એકે-47 તાકી દીધી.
બોલ, હકીમ, તુઝે ઈસ ગદ્દારી કી ક્યા સઝા દું, જી મેં આતા હૈ કી સારા કા સારા બારુદ તેરે બદન મેં ઉતાર દું ઔર તેરી બોટી બોટી કર ડાલું, તેરે ચિંથળે-ચિંથળે ઉડા દું….
હિજાબી, મુઝે મારના ચાહો તો માર સક્તે હો, લેકિન પહેલે મેરી બાત સુનો.
ક્યા બાત સુનું, તેરે જૈસે જાનવરે ગદ્દાર કી….
હું જાનવર નથી કૈસર હિજાબી, હકીમ હવે તાડુક્યો…
મેં જાણી જોઈને ઈરાદાપૂર્વક મીનાને ભાગવામાં મદદ કરી છે. તમારા નિકાહ કરતા પણ વધારે મહત્વનું મિશન છે આર્મી સામે બદલો લેવાનો અને વિતસ્તા બેદીની તપાસ કરીને એને સબક શિખડવાનું…મારી આકા( જેને બોસ કહેવાય છે) તેમની સાથે વાત થઈ ગઈ છે. બે-થી ત્રણ દિવસમાં તેઓ પાકિસ્તાનથી આઝાદ કાશ્મીરમાં આવી રહ્યા છે. મીના સાથે તો તમારા નિકાહ ગમે ત્યારે થઈ જશે…હકીમે આખીય વાતને વાળતા હિજાબીના રોષને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.
મને થોડોક અણસાર કે સંકેત આપવો હતો ને હકીમ….હિજાબી થોડો શાંત થયો હોય એમ હકીમને લાગ્યું…
મેં તમને અણસાર કે સંકેત આપ્યો હોત તો આકાએ કહેલી વાત બહાર આવી ગઈ હોત અને મીનાને તમે અહીંયા બાંદી બનાવીને ગોંધી રાખી નિકાહ-નિકાહ રમ્યા હોત અને આકાને આ વાત જરાય પસંદ આવી ન હોત…
હકીમ આગળ બોલ્યો, હું તમને બધું જ કહેવાનો હતો પણ મીનાને ફરી હિન્દુસ્તાન પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું એટલે થોડો વિલંબ થયો..હિજાબી, સાહેબ, બધા જ હિસાબ સરભર કરવાના છે…
સૂન રહા હું….બોલતે રહો…ઔર આકાને ક્યા ક્યા કહા..
આકાએ કહ્યું છે કે હિજાબીને હમણા સબર(ધીરજ) રાખવાનું કહો, ઘણા બધા મુજાહિદ્દીનો માર્યા ગયા છે…મીનાનો પીછો છોડી દો, મીના તમને મળી જશે…
હિન્દુસ્તાન જાને કે બાદ મીના કૈસે મિલેગી હકીમ…
એ જવાબદારી મારી છે હિજાબી સાહેબ…
ચલો, યે ભરોસા ભી કરકે દેખ લેતે હૈં, અગર અગલી બાર ફિર ઐસા કુછ હુઆ તો યકીન માનો હકીમ તુમભી ઈસ બર્ફ કે કબ્રિસ્તાનમાં દો ગઝ બર્ફ મેં પડે હોંગે…
ઈન્શા અલ્લાહ, આપ કો શિકાયત કા મૌકા નહીં દુંગા….હકીમે હિજાબીને વિશ્વાસમાં લેતા કહ્યું….
પણ હકીમ હડ્ડી ચિકનના મનમાં આશંકા હતીકે હિજાબી મીના યાસ્મીનને ફરી હિન્દુસ્તાન પહોંચવા નહીં દે અને એને ગમે તેમ કરીને ઈમકાનથી પાછી લાવવાની કોશિશ જરુર કરશે અને તેનો આ ડર મહદઅંશે સાચો પણ હતો. કૈસર હિજાબી પોતાના સિવાય કોઈના ઉપર પણ ભરોસો કરતો ન હતો, એક માત્ર તેના પુત્ર સિવાય…હકીમ તેને પૂછવા માંગતો હતો કે ઘર કેવી રીતે સળગી ગયું પરંતુ તેને આ પૂછવાનું માંડી વાળ્યું.
બીજી તરફ મીના યાસ્મીન ઈમકાન ગામે પહોંચી અને અહીંયાથી તેને ભારત પરત ફરવાનું હતું પરંતુ તે પણ અનેક ખતરાઓનો સામનો કરવાની સાથે. આરામ કરવાની ગરજે મીનાએ એક ઘરમાં આશ્રય લીધો ત્યાં તેને કાશ્મીરીમાં ચુક વુચુન મીના યાસ્મીન (તમારું સ્વાગત છે મીના યાસ્મીન) કહેનારા અજાણ્યા યુવકનો સામને થયો. અચાનક સીધું જ તેનું નામ લઈને આવનારો યુવક હતો ઈબ્ને ખબીબ…ઈબ્ને ખબીબ એ કૈસર હિજાબીનો દિકરો હતો. મુઝફ્ફરપુરમાં તે લશ્કરે લાફાનીનો હેન્ડલર હતો.
એક અજાણ્યા યુવકના મોંમાંથી પોતાનું સાંભળી મીના થોડી ચોંકી ગઈ, પણ તે સતર્ક હતી. મીનાને ઉમ્મીદ હતી કે હકીમ હડ્ડી ચિકનનાં કહેવા પ્રમાણે મુઝફ્ફરપુરમાં હેન્ઝા કબીર તેને મળશે પરંતુ વાત આખીય પલટાઈ ગઈ.
તમે કોણ છો અને મારું નામ કેવી રીતે જાણો છો?
ઓહ, હો…અબ તુમ્હેં હમે વાઝેઅ(ખુલાસો) કરના પડેગા કે હમ કૌન……ઠીક હૈ, તો હમ બતા હી દેતેં હૈ…હમ હૈ…ઈબ્ને ખબીબ વલ્દ કૈસર હિજાબી….કૈસર હિજાબી હમારે હમારે વાલીદે મોહતરમ હૈ…સમઝી તુમ…?
મીના હવે ગભરાઈ ગઈ. આ તો આસમાન સે ગીરા ખજુર મેં અટકા જેવું થયું. તેને સૂઝ ન થઈ કે શું કરવું….તે ફાટેલા ડોળાએ ઈબ્ને ખબીબને જોતી જ રહી. તે શૂન્યમનસ્ક થઈ ગઈ.
ચલીએ મોહતરમા, યહાં સે ફિર એક બાર આપ કો આઝાદ કાશ્મીર કી સૈર કરાતે હૈ, ઔર અબ્બા હુઝુર કે પાસ લે ચલતે હૈ…
મીનાથી એક જ શ્વાસે ગભરાટમાં બોલાઈ ગયું….કહાં…
વહીં જહાં સે તુમ ભાગ કર આઈ હો…છોટા ગાલા જાયેંગે મીના યાસ્મીન….
મીનાએ દરવાજાની તરફ જરા ડોકને લાંબી કરી જોવાની કોશિશ કરી. તે જોવા માંગતી હતી કે ઈબ્ને ખબીબની સાથે તેના કેટલા સાથી છે. તેણે જોયું તો બહાર 10-12 જેટલા લોકો હોવાનો ભાસ થયો, તે ચોક્કસ ન હતી પણ તેણે અંદાજ લગાવ્યો.
મીના ઈબ્ને ખબીબ અને તેના સાથીઓ સાથે બબ્બે હાથ કરવા માંગતી હતી. મીનાએ જોયું એક ગાડીના એન્જિનનો અવાજ આવી રહ્યો હતો, કદાચ મીની બસ હતી. તેણે મનોમન ગાંઠ વાળી અને મુઠ્ઠીઓ ભીંસી લીધી. ઈબ્ને ખબીબનો કબાબ બનાવી દેવા તે હવે તૈયાર થઈ રહી હતી. મીનાને કોઈ પણ હિસાબે કૈસર હિજાબી પાસે છોટા ગોલા જવું ન હતું. તેણે તો કોઈ પણ ભોગે પરત ભારત આવવાનું નક્કી કરી લીધું હતું.
(ક્રમશ:)
(disclaimer: આ નવલકથાના પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે અને કોઈ ઘટના કે નામ સાથે સંબંધિત નથી. જો કોઈ નામ કે ઘટના સાથે સંબંધિત થાય છે તો એ યોગાનુયોગ હશે.)