Nigeria Suicide Attack: નાઇજીરીયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો, 27 સૈનિકોના મોત
Nigeria Suicide Attack નાઇજીરીયાના ઉત્તર-પૂvર્વીય ક્ષેત્રમાં થયેલા આત્મઘાતી હુમલામાં 27 સૈનિકોના મોત થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે સેના ISWAP (ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રાંત) સામે ઓપરેશન પર હતી. સૈનિકોએ બોર્નો અને યોબે રાજ્યો વચ્ચે સ્થિત એક ઉજ્જડ જમીનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો. હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા પોતાના વાહનથી સૈનિકોના કાફલાને નિશાન બનાવ્યો હતો.
આ હુમલો તાજેતરના વર્ષોમાં સૈન્ય પર થયેલા સૌથી ઘાતક આત્મઘાતી હુમલાઓમાંનો એક હતો. આ હુમલામાં ઘણા સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ISWAP 2016 માં બોકો હરામથી અલગ થઈ ગયું અને હવે તે ઉત્તર-પૂર્વ નાઇજીરીયાનું મુખ્ય આતંકવાદી જૂથ બની ગયું છે. નાઇજીરીયામાં સંઘર્ષ હવે 15 વર્ષ જૂનો છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.