5 gates to hell on Earth : દુનિયાના 5 રહસ્યમય સ્થળો, જેને વૈજ્ઞાનિકો ‘નરકના દરવાજા’ માને છે અને તેમનું અજોડ રહસ્ય
5 gates to hell on Earth : નરકનું અસ્તિત્વ દુનિયાભરના ધર્મો અને માન્યતાઓમાં જોવા મળે છે. પ્રાચીન કથાઓ અને માન્યતાઓ મુજબ, નરક એ એક ભયાનક જગ્યા છે, જ્યાં મૃત્યુ પછી લોકોને તેમના પાપો માટે સજા મળે છે. પરંતુ શું પૃથ્વી પર પણ કોઈ એવી જગ્યા છે જે નરક જેવો અનુભવ કરાવે? વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આ મામલે કેટલીક ખાસ શોધ કરી છે અને પૃથ્વી પર 5 એવી જગ્યોની ઓળખ કરી છે જે નરકની છબી સામે રાખે છે. આ જગ્યાઓ એટલી રહસ્યમય છે કે ત્યાં જવું દરેક માટે હિમ્મતનો વિષય બની જાય છે.
1. સેન્ટ પેટ્રિક પુર્ગેટરી, આયર્લેન્ડ
આ શાંત અને સુંદર સ્થળ પ્રાચીન કાળમાં વિશ્વના અંતિમ ખૂણાના રૂપમાં ઓળખાતું હતું. રોમન કેથોલિક ચર્ચના મતે, પુર્ગેટરી એ એવી જગ્યા છે જ્યાં પાપી આત્માઓને તેમના કરતૂતો માટે સજા મળે છે. આ ટાપુ પર એક નાની ગુફા છે, જ્યાં પુરાણોમાં લોકો માટે સજા આપવાની વાત કરવામાં આવે છે. 12મી સદીના ઇતિહાસકાર ગેરાલ્ડ ઓફ વેલ્સનું માનવું હતું કે અહીંના નવ ખાડા નરક તરફ જવાના દ્વાર છે. માન્યતાઓ મુજબ, જે વ્યક્તિ આ ખાડાઓમાં રાત પસાર કરે છે, તે પર ભૂતપ્રેત હુમલો કરે છે.
2. હેકલા જ્વાળામુખી, આઇસલેન્ડ
આઇસલેન્ડના હેકલા નામના જ્વાળામુખીનો ઇતિહાસ નરકના આગ તરીકે ઓળખાય છે. વર્ષ 1104માં આ જ્વાળામુખી ફાટ્યો, જેનાથી ટાપુનો અડધો ભાગ ધુમાડા અને રાખમાં ગરકાવ થઈ ગયો. તત્ત્કાલિન માન્યતાઓ અનુસાર, આ ભયાનક દ્રશ્યને નરકના દ્વાર સમાન માનવામાં આવતું હતું. આ જ્વાળામુખી 2000માં ફરી ફાટ્યો હતો, અને 12 ટન સુધીના લાવા બોમ્બ હવામાં ઉડી રહ્યાં હતાં.
3. હિરાપોલિસ, તુર્કી
પ્રાચીન રોમન શહેર હિરાપોલિસમાં માન્યતાઓ પ્રમાણે નરકમાં જતો દરવાજો હતો. વર્ષ 2011માં આ શહેરમાં એક નાનો દરવાજો મળ્યો જે નરકની ગુફાની શરૂઆત માનવામાં આવે છે. પ્રાચીન ફિલોસોફર સ્ટ્રેબોએ લખ્યું હતું કે આ દરવાજામાં પ્રવેશ કરતા પ્રાણીઓ તરત મરી જાય છે, જ્યારે સંતો અડગ રહે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે અહીં કાર્બન ડાયોક્સાઇડના ઊંચા સ્તર હોવાથી શ્વાસ લેવામાં અડચણ થાય છે.
4. ગેહેના, ઇઝરાયલ
જેરુસલેમની દિવાલોથી પરે આવેલી ગેહેના નામની ખીણ બાઇબલમાં નરક જેવી જગ્યા તરીકે ઉલ્લેખિત છે. માન્યતાઓ પ્રમાણે, પ્રાચીન કાળમાં અહીં બાળકોની બલિ ચઢાવવામાં આવતી હતી. ગેહેનાને ગુનેગારોને સજા આપવાના સ્થળ તરીકે પણ ઓળખવામાં આવતું હતું.
5. એક્ટુન ટુનિચલ મુકનાલ (ATM) ગુફા, બેલીઝ
મધ્ય અમેરિકાના બેલીઝમાં આવેલ આ ગુફા પૃથ્વી પર 5 કિમીની ઊંડાઈ સુધી જાય છે. આ ગુફામાં માનવ અવશેષો મળ્યા છે, જેમાં 4 વર્ષના બાળકોના અવશેષો પણ શામેલ છે. 1989માં શોધાયેલી આ ગુફા માયા સભ્યતાના બલિદાન સ્થળ તરીકે ઓળખાય છે. સંશોધકો માને છે કે આ જગ્યા પ્રાચીન કાળમાં ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવાતી હતી.
આ 5 જગ્યોનું રહસ્ય અને ભયજનક કથા સાંભળીને તમારી પણ હિંમત ચકાસાઈ જશે! શું તમે આવી જગ્યા પર જવા માટે તૈયાર છો?