મુંબઈ : બૉલીવુડની બબલી સિંગર નેહા કક્કરની મોટી બહેન સોનૂ પણ ઇન્ડસ્ટ્રીમાં તેની ખાસ ઓળખ ધરાવે છે. સોનૂએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કલંક’ ના ટાઇટલ માટે અવાજ આપ્યો હતો. આ ગીતને YouTube (યુટ્યુબ) પર ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે નેહાએ આ ગીતને તેનો અવાજ આપવાનો મહાન પ્રયાસ કર્યો છે. નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડો વિડીયો શેર કર્યો છે, જેને 15 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.
નેહાએ વિડીયો પોસ્ટ કરતી વખતે લખ્યું હતું કે, “કોણ વધુ સારું ગાય છે, હું કે સોનૂ દીદી ?” નેહાના આ વિડીયો પર તેના ભાઈ ટોની કક્કડે કમેન્ટમાં લખ્યું હતું કે, અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વિડીયો.
નેહાના ચાહકોએ તેના વીડિયોને ભવ્ય, ઉત્તમ અને મેજીકલ તરીકે ગણાવ્યો છે. નેહાના વિડીયો પર કમેન્ટ કરતા સોનૂ કક્કરે લખ્યું કે, “મારુ બાબુ ખૂબ જ સ્વીટ છે.”