Ahmedabad Property News: ટ્રાન્સફર ફી પર કડક નિયમો, નવી મિલકતમાં પ્રથમ માલિક તરીકે બિલ્ડરનો જ હક
અમદાવાદમાં નવી પ્રોપર્ટીનો પ્રથમ માલિક બિલ્ડર ગણાશે અને BU પરમિશન બાદ ગ્રાહક બીજો માલિક માનવામાં આવશે
AMCને હાલના 18 કરોડના મુકાબલે નવા નિયમોથી ટ્રાન્સફર ફીથી 25 કરોડ સુધીની આવક થવાની આશા
અમદાવાદ, ગુરુવાર
Ahmedabad Property News : પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની રેવન્યૂ કમિટીએ ટ્રાન્સફર ફી મુદ્દે એક મોટો નિર્ણય લીધો છે, જે બિનમર્યાદિત છૂટછાટને રોકવાનો પ્રયાસ છે. નવા નિયમ અનુસાર, શહેરમાં નવી બનેલી પ્રોપર્ટીનું પ્રથમ માલિક બિલ્ડર જ ગણાશે.
પ્રથમ માલિક તરીકે બિલ્ડર ગણાવવા કેમ તે જરૂરી બન્યું?
AMCના રેવન્યૂ કમિટીના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનને થતી આવકમાં ટ્રાન્સફર ફી મહત્વનો ભાગ ભજવે છે. ગત કિસ્સાઓમાં બિલ્ડરો બિલ્ડિંગ યુઝ પરમિશન (BU Permission) મેળવતા પહેલા જ મકાન વેચી દેતા હતા, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ટ્રાન્સફર ફી વસૂલવી મુશ્કેલ બનતી હતી. નવા નિયમ અનુસાર, BU પરમિશન પહેલાંના બાંધકામનું માલિકી હક બિલ્ડર પર રહેશે, અને BU પરમિશન મળ્યા બાદ જે ગ્રાહક મકાન ખરીદે, તે બીજો માલિક ગણાશે.
નવા નિયમો અને આવકનો વધારો:
રેવન્યૂ કમિટીના નિર્ણય બાદ પ્રત્યેક મકાનના માલિક પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવા માટે બિલ્ડરને જવાબદાર બનાવવામાં આવશે. AMCની ટ્રાન્સફર ફીમાંથી વતર્માનમાં 18 કરોડની આવક થાય છે, પરંતુ આ નવા નિયમો સાથે આ આંકડો 25 કરોડ સુધી પહોંચી શકે છે.
ટ્રાન્સફર ફી કેટલી વસૂલવામાં આવશે?
રહેણાંક મિલકત માટે:
₹25 લાખ સુધીના દસ્તાવેજ પર ₹1,000
₹50 લાખ સુધીના દસ્તાવેજ પર ₹2,000
₹50 લાખથી ₹1.50 કરોડ સુધીના દસ્તાવેજ પર 0.1%
કોમર્શિયલ મિલકત માટે:
₹25 લાખ સુધીના દસ્તાવેજ પર ₹2,000
₹50 લાખ સુધીના દસ્તાવેજ પર ₹4,000
₹50 લાખથી ₹1.50 કરોડ સુધીના દસ્તાવેજ પર 0.2%
આ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ થશે અને મિલકતના માલિકોના હકો અને AMCની આવક બંને માટે સકારાત્મક પરિવર્તન લાવશે.