મુંબઈ : બૉલીવુડ એક્ક્ટર અનપમ ખેર એક વાર ફરીથી ધમાકેદાર ફિલ્મ લઇને આવ્યા છે. અનુપમ ખેર અને ઇશા ગુપ્તા સ્ટારર ફિલ્મ ‘વન ડે’નું ધમાકેદાર ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની ટ્રેલર રિલીઝ થતાની સાથે યુટ્યુબ પર ટ્રેંડ કરી રહ્યું છું અને સોશિયલ મીડિયા પર છવાયેલું છે. ફિલ્મમાં અનુપમ ખેર એક રીટાયર્ડ જજની ભૂમિકામાં જોવા મળે છે, આ સાથે જ ઇશા ફિલ્મમાં પોલીસ ઑફિસરનો રોલ પ્લે કરતી દેખાય છે.
ફિલ્મના ટ્રેલરને ફિલ્મ સાથે જોડાયેલા સ્ટારકાસ્ટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. યુટ્યુબ પર ટ્રેલરને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે. દિગ્દર્શક અશોક નંદાની આ ફિલ્મ 1 જૂનના રોજ મોટી સ્ક્રીન પર રિલીઝ થશે.
Presenting the trailer of my forthcoming film #OneDay https://t.co/kuAj0eCziQ. Directed by @ashnandaa. Hope you all like it.?? @eshagupta2811 #KumudMishra @swatitsingh @iamyusufmshaikh @cinemafridayint #dneevfilms#JusticeDelivered #Trailer #OneDayTrailer
— Anupam Kher (@AnupamPKher) May 21, 2019
ટ્રેલર લોન્ચની તક પર અભિનેતા અનૂપમ ખેરે કહ્યું કે, તે ફિલ્મોમાં કામ કરવું ક્યારેય બંધ કરશે નહીં. અભિનેતાએ કહ્યું કે લાંબી રમત રમવા માટે ઉત્સાહિત રહેવું જરુરી છે.