લોહીની ધમનીઓમાંથી બ્લોકેજ દૂર કરવા અને દર્દીને હાર્ટએટેકથી બચાવવા માટે ડોકટરો જેનો વ્યાપક ઉપયોગ કરે છે તે સ્ટેન્ટના ભાવ આગામી ફેબ્રુઆરીથી નિયંત્રિત કરવામાં આવે તેવી શકયતા છે. સરકારે ડ્રગ પ્રાઈસ ક્ધટ્રોલ ઓર્ડરમાં સ્ટેન્ડનો સમાવેશ કર્યો છે.
આરોગ્ય મંત્રાલયે સ્ટેન્ડને આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં સમાવિષ્ટ કયર્િ બાદ સ્ટેન્ટ ઉત્પાદકો તથા કેટલાક ડોકટર્સ દ્વારા તેના જોરદાર વિરોધ વચ્ચે મહિનાઓ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફામર્સ્યિુટિકલ્સે બુધવારે સાંજે જાહેરનામું બહાર પાડયું હતું જે મુજબ ડ્રગ પ્રાઈસ ક્ધટ્રોલ ઓર્ડર 2013ના શિડયુલ-1માં બાયોડિગ્રેડેબલ સ્ટેન્ટ્સને નોટિફાઈ કરાયા છે.
ડીપીસીઓ અનુસાર નેશનલ ફામર્સ્યિુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી 60 દિવસની અંદર આ સ્ટેન્ટની મહત્તમ કિંમત નકકી કરે તેવી ધારણા છે. ઓથોરિટી ભારતમાં દવાની કિંમત પર દેખરેખ રાખવાનું કામ કરે છે. ડિપાર્ટમેન્ટે 21 ડિસેમ્બરે પ્રાઈસિંગ રેગ્યુલેટરના ચેરમેન ભૂપેન્દ્રસિંઘને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, એનપીપીએને ઝડપથી કામગીરી હાથ ધરવા વિનંતી કરવામાં આવે છે. આ લખાય છે ત્યાં સુધી એનપીપીએનો સંપર્ક થયો ન હતો. દેશમાં આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં સ્ટેન્ટને સામેલ કરવાના આરોગ્ય મંત્રાલયના નિર્ણય સામે વૈશ્ર્વિક તથા સ્થાનિક સ્ટેન્ટ ઉત્પાદકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી એન્ડ એડવાન્સ મેડિકલ ટેકનોલોજી એસોસિયેશન તથા એસોસિયેશન દ્વારા આ પગલાંની તીવ્ર ટિકા કરવામાં આવી હતી અને ઉદ્યોગના કેટલાક અધિકારીઓએ ત્યાં સુધી કહ્યું હતું કે, તેના કારણે નવી પેઢીના આધુનિક સ્ટેન્ટ લોંચ કરવાનું અટકી જશે. સીઆઈઆઈ મેડિકલ ટેકનોલોજી ડિવિઝનના ચેરમેન હિમાંશુ બેડે જણાવ્યું હતું કે, અમે એવું નથી કહેતા કે મેડિકલ ડિવા,સના ભાવનું નિયમન થવું ન જોઈએ, પરંતુ સરકારે નિયમન માટે તેની સાથે દવા જેવી નીતિ અપ્નાવવી ન જોઈએ. પ્રોડકટ્સની ગુણવત્તા તથા ક્લિનિકલ પરિણામોને સરકારના આ નિર્ણયમાં પ્રાથમિકતા આપવામાં આવી હોય તેવું દેખાતું નથી, તેમ એડવામેડે જણાવ્યું હતું જે એબોટ તથા મેડટ્રોનિકસ જેવા વૈશ્ર્વિક મેડિકલ ડિવાઈસ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરે છે.