BJP CANDIDATE LIST: ભાજપે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી: જાણો જિલ્લા મુજબ લિસ્ટ
ગુજરાતની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે
18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે
BJP CANDIDATE LIST: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 અંતર્ગત બોટાદ જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર
ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટર્મ પૂર્ણ થતી હોઈ, ચૂંટણીની તારીખો 21 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી હતી. રાજ્યની 66 નગરપાલિકાઓ માટે 16 ફેબ્રુઆરી 2025ના રોજ મતદાન યોજાશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી કરવામાં આવશે.
બોટાદ જિલ્લા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો
બોટાદ જિલ્લામાં 1 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, 1 નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી, 1 જિલ્લા પંચાયતની બેઠક અને 2 તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
તાપી અને નવસારી માટે પણ ઉમેદવારોની જાહેરાત
તાપી અને નવસારી જિલ્લાઓ માટે નગરપાલિકા તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ આ યાદી તૈયાર કરવામાં આવી છે.
ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ
ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ: 1 ફેબ્રુઆરી
આચારસંહિતા: આજથી લાગુ
કુલ બેઠકો: 2178
મતદાન: 16 ફેબ્રુઆરી
મતગણતરી: 18 ફેબ્રુઆરી
આ ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારોને ભવ્ય વિજય માટે શુભેચ્છાઓ આપી છે.
ભાવનગર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં ભાવનગર મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠક માટે ભાજપના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે.
વલસાડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં વલસાડ જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
પોરબંદર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં પોરબંદર જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે.
‘
ગાંધીનગર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં ગાંધીનગર જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ.
સુરત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં સુરત મહાનગર પાલિકા તેમજ વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી માટે ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે.
બોટાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં બોટાદ જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે ભાજપની યાદી જાહેર કરવામાં આવી.
તાપી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં તાપી જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ.
ખેડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં ખેડા જિલ્લાની નગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી.
નવસારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં નવસારી જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર.