Surat Incident : સુરતમાં માતા-પિતાની એક ભૂલ બની જીવલેણ, એક વર્ષની બાળકીનું દુઃખદ મોત
સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક દુઃખદ કિસ્સો સામે આવ્યો
માતા-પિતાની બેદરકારીને કારણે એક નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું
સુરત, મંગળવાર
Surat Incident : માતા-પિતાની બેદરકારી એ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે, અને સુરતમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાએ એક પરિવારને શોકમાં મૂકી દીધો છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક દુઃખદ કિસ્સો સામે આવ્યો, જ્યાં માતા-પિતાની બેદરકારીને કારણે એક નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર, એક વર્ષની બાળકીને ઘરમાં એકલી રાખીને વાલીઓ પોતાના કામકાજમાં વ્યસ્ત હતા. આ દરમિયાન રમતા રમતા બાળક અચાનક પહેલા માળેથી નીચે પટકાઈ.
ઘટનાની જાણ થતા જ પરિવારજનો તાત્કાલિક બાળકીને નજીકની હોસ્પિટલ લઇ ગયા, ત્યાં સારવાર દરમિયાન બાળકીનું દુઃખદ મૃત્યુ થયું. આ દુર્ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં મુક્યો છે, અને આજુબાજુના લોકોમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
સુરતની ભેસ્તાન પોલીસએ આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના માતા-પિતાને સાવચેતી રાખવા માટે મહત્વપૂર્ણ સંદેશ આપે છે, કારણ કે નાની ભૂલ પણ ક્યારેક મોટું નુકસાન કરી શકે.