મુંબઈ : અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ તાજેતરમાં તેમના પુત્ર, વિયાનના જન્મદિવસની ઉજવણીના દિવસે ‘હેરી પોટર’ થીમ સાથે એક ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ધમાલ – મસ્તીની સાથે જાદુ પણ હતો. આ મહાન થીમ જન્મદિવસની પાર્ટીના ફોટા અને વિડિઓઝ હવે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે.
જન્મદિવસની પાર્ટીની થીમ ‘હેરી પોટર’ પર આધારિત હતી. પાર્ટી માટે વિયાનને હેરી પોટરના રૂપમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં શિલ્પાએ બાળકોના મનોરંજન માટે મેજિશિઅન્સ પણ બોલાવ્યા હતા. શિલ્પાએ સોશિયલ મીડિયા પર આ જાદુ શોનો વિડીયો શેર કર્યો છે.
આ પ્રસંગે બર્થડે બોય વિયાને આ પ્રસંગે હોગવર્ટ્સના પોષાક સાથે મોટા ગોળ ચશ્મા પહેર્યા હતા અને તેના હાથમાં લાકડી પકડી હતી.
શિલ્પાએ પણ પાર્ટીમાં ગોળાકાર ચશ્મા સાથે મોટી ટોપી પહેરી હતી. રાજે એક લાંબો કાળો કાર્ડિગ્ન પહેર્યો હતો જે કેપ ઓફ હોગવર્ટ્સ સ્કૂલની જેમ દેખાતો હતો. તેના ટી-શર્ટમાં ઇલેક્ટ્રિક સાઇન જોઈ શકાય છે, જે હેરીના કપાળ પર ઇલેક્ટ્રિકલ ચિહ્નથી પ્રેરિત હતી.
પાર્ટીમાં ઈશા કોપીકર, ઈશા દેઓલના પતિ ભરત તખ્તાની તેમની પુત્રી રાઘ્યાની સાથે અને તાહિરા કશ્યપ તેના બાળકો સાથે પહોંચી હતી. આ ઉપરાંત દિવ્યા ખોસલા કુમાર, નીલમ, ફરાહ ખાન, અહીલની સાથે અર્પિતા ખાન શર્મા અને ઘણા લોકો પણ પાર્ટીમાં હાજર હતા.