Kutch મહાકુંભના મેળામાં બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર અરુણ જોષી ગાંધીધામથી ઝડપાયો, આ કારણે આપી હતી ધમકી
Kutch પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકૂંભના મેળામાં બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર શખ્સની ગાંધીધામાંથી ધરપકડ કરવામાં આવી છે. બ્લાસ્ટની ધમકી પાછળ પોલીસ તપાસમાં ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે.
Kutch પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં પ્રયાગરાજમાં મહાકૂંભનો મેળો ચાલી રહ્યો છે. રોજના લાખો લોકો ગંગામાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે, તેવામાં મેળામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવતા પોલીસે તપાસ શરુ કરી હતી.
ધમકી આપનાર ગાંધીધામના પડાણા વિસ્તારમાં રહે છે અને લેણાના 85 હજાર ન આપતા ફૈઝુલને હેરાન કરવા અરૂણ જોશી નામના શખ્સે આ કાવતરું રચ્યું હતું.અરૂણ જોશીએ યુક્તિપૂર્વક મોબાઈલ મેળવી ધમકી આપી હતી.
વિગતો મુજબ પડાણાના વેપારીએ RPFના PIને બ્લાસ્ટની ધમકી આપતા દોડધામ મચી જવા પામી હતી પાકિસ્તાન ઝિંદાબાદના નારા સાથે કુંભ મેળા, અમદાવાદ રેલવે સ્ટેશન, એરપોર્ટને ઉડાવી દેવાનો મેસેજ અરુણ જોશી દ્વારા કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી અંગે ઝીણવટભરી તપાસ કરી હતી. આરોપી અરુણ જોશી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને પડાણામાં રહે છે. આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ-351(2)(3)(4), 353(2) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.