મુંબઈ : અભિનેત્રી સોનમ કપૂર આહૂજા અને અભિનેતા વરુણ ધવન દ્વારા ડાન્સ ગ્રુપ ‘વી. અનબીટેબલ’ની પ્રસંશા કરવામાં આવી છે. રિયાલિટી શો “અમેરિકા ગોટ ટેલેન્ટ’ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદશનને કારણે જજીસે તેમને ઉભા થઈને સમ્માનિત કર્યા હતા. વાઘ બોર્ડર પર આ ગ્રુપની સાથે પરફોર્મ કરી ચૂકેલા વરુણે એક ડાન્સ રૂટિન શેર કર્યું છે, જે પરફોર્મન્સ આ ગ્રુપે રિયાલિટી શોમાં આપ્યું હતું. આ શોમાં જજીસ તરીકે માર્ક ગેબ્રિયલ યુનિયન, હોવર્ડ મૈંડેલ, જુલિયન હોફ અને સિમોન કોવેલ હતા.
Got a chance to dance with this team at the Wagah border for #sd3 they are unbelievable https://t.co/jvaLPX4sNS
— Varun Dhawan (@Varun_dvn) May 30, 2019
વરૂણે ટ્વીટ કરી, “સ્ટ્રીટ ડાન્સર 3” માટે વાઘા બોર્ડર પર આ ટીમ સાથે ડાન્સ કરવાની તક મળી હોવાનું લખ્યું છે. તેઓ અસાધારણ છે.
This is beyond amazing. They've come such a long way and are loaded with talent! ? https://t.co/mpQE4nyQq5
— Sonam K Ahuja (@sonamakapoor) May 30, 2019
અભિનેત્રી સોનમ કપૂરે પણ આ વિડીયો શેર કરવાની સાથે ટ્વીટર પર લખ્યું છે કે, તે આશ્ચર્યજનકથી પણ ઉપર છે. તેઓ લાંબી સફર કાપી ચુક્યા છે અને ખૂબ પ્રતિભાશાળી છે. ”
There is no room for fear in @v_unbeatable’s routine. #AGTPremiere pic.twitter.com/2MXS4JMLOF
— America's Got Talent (@AGT) May 29, 2019
આ ગ્રુપમાં 28 સભ્યો છે, જેની ઉંમર 12 – 27 વર્ષની છે. તેમણે ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’ ના ઓડિશન રાઉન્ડમાં ‘બાજીરાવ મસ્તાની’ ના ‘મલહારી’ ગીત પર જોરદાર ડાન્સ કરીને હાજર સૌકોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ સાથે જ આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યો છે.