Ahmedabad Plane Crash AAIBના પ્રારંભિક રિપોર્ટ પછી ઊભા થયા અનેક પ્રશ્નો
Ahmedabad Plane Crash 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ નજીક Air Indiaની લંડન જતી ફ્લાઈટ AI171 ડ્રીમલાઇનર ક્રેશ થઈ હતી. BJ મેડિકલ કોલેજની હોસ્ટેલની છત પર વિમાન ક્રેશ થતાં દેશભરમાં ચકચાર મચી ગઈ હતી. હવે, દુર્ઘટનાના એક મહિના પછી AAIB (Aircraft Accident Investigation Bureau) દ્વારા બહાર પાડવામાં આવેલા 15 પાનાના પ્રારંભિક રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
ફ્યુઅલ સ્વીચથી એન્જિન બંધ – માત્ર 3 સેકન્ડમાં બે એન્જિન ફ્લોપ
AAIB રિપોર્ટ મુજબ, ક્રેશનું મુખ્ય કારણ “ફ્યુઅલ સ્વીચ કટ ઓફ” છે – એટલે કે બંને એન્જિનને મળતું ઇંધણ અચાનક બંધ થયું. પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે કે રન મોડમાં રહેલો ફ્યુઅલ સ્વીચ માત્ર 3 સેકન્ડમાં કટ ઑફ મોડમાં કેવી રીતે ગયો?
ભૂતપૂર્વ પાઇલટ કેપ્ટન શરત પાણિકરની પ્રતિક્રિયા
ભૂતપૂર્વ વાયુસેનાના પાઇલટ કેપ્ટન શરત પાણિકરે જણાવ્યું કે:
“AAIBનો રિપોર્ટ તથ્ય આધારિત છે, પરંતુ કેટલાક મુદ્દા હજુ અસ્પષ્ટ છે. જેમ કે એન્જિન ક્યારે નિષ્ફળ ગયા? મેડે કોલ ક્યારે થયો? પાઇલટ્સ વચ્ચે કોમ્યુનિકેશન વિશે પણ વિગતો મળવી જોઈએ.”
પાઇલોટ ફેડરેશનના પ્રમુખે શું કહ્યું?
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સના પ્રમુખ ચરણવીર સિંહ રંધાવા મુજબ:
“વિમાન કો-પાઇલટ ઉડાડી રહ્યો હતો. ટેકઓફ પછી લેન્ડિંગ ગિયર પાછું ખેંચાયું ન હતું અને ફ્લૅપ્સ પણ ટેકઓફ સ્થિતિમાં હતા. શક્ય છે કે પાઇલટે વિમાની કોઈ ખામીને કારણે ફ્યુઅલ કટ ઑફ કરવું પડ્યું હોય.”
તેમણે ઉમેર્યું કે હજુ વિગતો સ્પષ્ટ થવી બાકી છે અને ફાઈનલ રિપોર્ટમાં વધુ સચોટ માહિતીની અપેક્ષા છે.
- 13 જુલાઈએ જાહેર થયેલ પ્રારંભિક રિપોર્ટ મુજબ, ક્રેશ પાછળ ફ્યુઅલ કટ ઑફ જવાબદાર.
- 3 સેકન્ડમાં બંને એન્જિન બંધ થઈ ગયા, જે સામાન્ય સ્થિતિ નથી.
- પૂર્વ પાઇલટ અને પાઇલટ્સ ફેડરેશને વધુ ટેકનિકલ સ્પષ્ટતાની માગ કરી.
- આ દુર્ઘટના હવે અનેક સ્તરે નવી તપાસ માટે દોરાઈ રહી છે.