Champions Trophy 2025:ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અફઘાનિસ્તાનને પણ ઝટકો
Champions Trophy 2025:અફઘાનિસ્તાનના ઘાતક સ્પિનર Ghazanfar ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતે આ માહિતી આપી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, અફઘાનિસ્તાનને પણ મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઘાતક સ્પિનર એએમ ગઝનફર ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઝનફરની જગ્યાએ નાંગ્યાલ ખારોતીનો ટીમમાં સમાવેશ કર્યો છે. અફઘાનિસ્તાન પહેલા ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમના ખેલાડીઓ પણ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
યુવા સ્પિનર ગઝનફરનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો રહ્યો છે. તેણે અફઘાનિસ્તાન માટે ૧૧ વનડે મેચમાં ૨૧ વિકેટ લીધી છે. તેણે એક ટેસ્ટ મેચમાં 4 વિકેટ લીધી છે. ગઝનફરનો સ્થાનિક ક્રિકેટમાં પણ સારો રેકોર્ડ રહ્યો છે. પરંતુ ઈજાને કારણે તે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે નહીં. અફઘાન બોર્ડે બુધવારે X દ્વારા આ માહિતી શેર કરી.
https://twitter.com/ACBofficials/status/1889510517829673323
ગઝનફર ફ્રેક્ચરને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો –
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે ગઝનફરના સ્થાને નાંગ્યાલ ખારોતીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડે લખ્યું, “એએમ ગઝનફર ફ્રેક્ચરને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. અફઘાનિસ્તાનના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન તે ઘાયલ થયો હતો. તે ઓછામાં ઓછા ચાર મહિના માટે બહાર રહેશે. નાંગ્યાલ ખારોટીનો ચેમ્પિયન્સ ટ્રોફી માટે મુખ્ય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનનો ચેમ્પિયન્સ ટ્રોફી શેડ્યૂલ આ પ્રમાણે રહેશે –
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. આ મેચ 21 ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે. અફઘાનિસ્તાનની ટીમ તેની બીજી મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે. આ મેચ 26 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાશે. ટીમનો છેલ્લો ગ્રુપ મેચ ઓસ્ટ્રેલિયા સામે હશે. આ મેચ પણ લાહોરમાં જ યોજાશે. અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ 28 ફેબ્રુઆરીએ રમાશે.