મુંબઈ : સલમાન ખાનનો એક વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક સુરક્ષા ગાર્ડને તમાચો મારી રહ્યો છે. ગઈકાલે રાત્રે ફિલ્મ ‘ભારત’ ના પ્રિમીયર દરમિયાન આ બનાવ બન્યો હતો. વિડીયોમાં સલમાન ખાન પીવીઆર ફોનિક્સમાંથી બહાર આવી રહ્યો છે. મોટી ભીડમાં એક બાળક ખૂબ જ ફસાયો હતો. સલમાનના બોડીગાર્ડે બાળકને ધક્કો માર્યો હતો. જેથી સલમાન ગુસ્સે થઈ ગયો હતો. તેઓએ બાળક સાથે ગેરવર્તન માટે સુરક્ષા ગાર્ડને તમાચો ચોડી દીધો હતો.
ઈદના પ્રસંગે સલમાન ખાનની ખૂબ અપેક્ષિત ફિલ્મ ‘ભારત’ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ પણ લોકોને ખુબ પસાંદ આવી રહી છે. ફિલ્મના ટ્રેઇલર્સ અને ગીતો લોકો દ્વારા ખુબ જ પસાસનદ કરવામાં આવ્યા છે.
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કેટરિના કૈફ, જેકી શ્રોફ, દિશા પટની, સુનિલ ગ્ર્રોવર અને તબુનો સમાવેશ થાય છે. ‘ભારત’ એ એક ડ્રામા ફિલ્મ છે, જે કોરિયન મૂવી ‘ઓડે ટુ માય ફાધર’ ની રીમેક છે.
Omg, @BeingSalmanKhan literally slapped a security guard for getting rough with a fan kid! #Bharat #SalmanKhan pic.twitter.com/05VFSRecmP
— ? (@heartgetshurt) June 5, 2019
ઈદ પર સલમાન ખાને ફેનને પાઠવ્યા અભિનંદન !
સલમાન ખાને પોતાના ચાહકોને ઇદ પર તેમના મુંબઈના ઘરેથી અભિનંદન આપ્યા હતા. ઈદના પ્રસંગે, તેમના ઘરની બહાર તેમના સ્ટારની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો એકત્ર થયા હતા. સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા વિસ્તારમાં આવેલા ‘ગેલેક્સી ઍપાર્ટમેન્ટ’ની બહાર ઘણા ફેન્સ સલમાનને ‘ઈદ મુબારક’ કહેવા પહોંચ્યા હતા.