IND vs ENG 3rd ODI:નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે બ્રિટિશરો સામે જીત મેળવી
IND vs ENG 3rd ODI ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 357 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ ૧૧૨ રન બનાવ્યા. આ ઉપરાંત વિરાટ કોહલીએ 52, શ્રેયસ ઐયરે 78 અને કેએલ રાહુલે 40 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી આદિલ રશીદે સૌથી વધુ ચાર વિકેટ લીધી.
IND vs ENG 3rd ODI ટીમ ઈન્ડિયાની આઠમી વિકેટ 353 રન પર પડી ગઈ છે. હર્ષિત રાણા એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૩ રન બનાવીને આઉટ થયો હતો. હવે છેલ્લા છ બોલ બાકી છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર સાત વિકેટે 340 રન સુધી પહોંચી ગયો છે. હર્ષિત રાણા સાત બોલમાં છ રન અને વોશિંગ્ટન સુંદર આઠ બોલમાં સાત રન બનાવીને રમતમાં છે. બંને કોઈક રીતે સ્કોર 360 સુધી લઈ જવાનો પ્રયાસ કરશે