મુંબઈ : બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા તેની શ્રેષ્ઠ એક્ટિંગને કારણે દેશ – વિદેશમાં જાણીતી છે. પ્રિયંકા ગ્લોબલ ઈવેન્ટ્સ અને રેડ કાર્પેટ વોકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ તાજેતરમાં ઈન્સ્ટાઈલ મેગેઝીન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ શૂટ માટે પ્રિયંકાએ બ્લાઉઝ વગરની સાડી પહેરી પોતાનો હોટ અંદાજ દર્શાવતા તે ટ્રોલ થઈ રહી છે. હકીકતમાં કવર પેજ માટે પ્રિયંકાએ જે તસવીર પડાવી છે તેમાં સાડી તો પહેરી છે પરંતુ સાડીની નીચે બ્લાઉઝ પહેર્યું નથી. અભિનેત્રીનો આ પહેરવેશ તેના ફેન્સને બહુ ખાસ પસંદ આવ્યો નથી.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા મેટ ગાલાની ઇવેન્ટમાં પણ પ્રિયંકાના ગેટ અપના કારણે તે ખુબ ટ્રોલ થઈ હતી અને વિવિધ મીમ્સ પણ બન્યા હતાં. અમેરિકી સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકાએ પોતાના દેખાવ અને કપડાંના કારણે ફેન્સને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જર્મનીના બર્લિનમાં પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન પોતાના કપડાંના કારણે પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ હતી.