મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ લોકોની પ્રિય તેમજ નિત્યક્રમ નિહાળતા હોય તેવી સિરિયલો પૈકીની એક છે. આ સિરિયલ જેઓ જુએ છે તે તેના મુખ્ય પાત્ર દયાબેન એટલે કે દિશા વાકાણીને ભૂલી શકે નહીં. છેલ્લા કેટલાક સમયથી દિશા વાકાણી આ શોમાંથી બહાર છે પરંતુ હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે દિશા આ શોમાં પાછી ફરી શકે છે. રિપોર્ટ્સ મુજબ દિશા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બાદ શોમાં વાપસી કરી શકે છે. જોકે, દિશા અને તેની ટીમ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, દિશા વાકાણી નવેમ્બર 2017માં પહેલા બાળકની માતા બની હતી. ત્યારબાદથી તે મેટરનિટી લીવ પર હતી.
શોમાં દિશા વાકાણીની વાપસીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. ક્યારેક તે શોમાં પરત ફરશે એવી ચર્ચા હોય છે તો ક્યારેક એવી ચર્ચા હોય છે કે તેઓ શોમાં પરત ફરશે નહીં અને તેના સ્થાને અન્ય અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવી છે. જોકે આ તમામ ચર્ચાની વચ્ચે હવે દયાબેનનો શોમાં વાપસીને લઈને ફરી રિપોર્ટ મળી રહ્યા છે. હવે સામે આવેલા આ તાજા અહેવાલથી દિશાના ચાહકો ઉત્સાહમાં આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણીએ નવેમ્બર 2015માં બિઝનેસમેન મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં. દિશા અને મયુરની એક પુત્રી પણ છે જેનું નામ સ્તુતિ છે.