Elon Musk એલન મસ્કનું 13મું બાળક? 5 મહિના પહેલા એક પુત્રને જન્મ આપ્યો: ઇન્ફ્લુએન્સર એશ્લે સેન્ટ ક્લેરનો દાવો
Elon Musk પ્રખ્યાત કન્ઝર્વેટીવ ઇન્ફ્લુએન્સર એશ્લે સેન્ટ ક્લેરે સનસનાટીભર્યા દાવો કર્યો છે કે ટેક અબજોપતિ એલન મસ્ક તેના પાંચ મહિનાના બાળકના પિતા છે. જો આ વાત સાચી સાબિત થશે તો મસ્કનું આ 13મું બાળક હશે.
Elon Musk 31 વર્ષીય એશ્લે સેન્ટ ક્લેરે 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડેની સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે લખ્યું, “પાંચ મહિના પહેલા મેં એક બાળકને જન્મ આપ્યો હતો. એલન મસ્ક તેના પિતા છે.” તેણે તેમની પોસ્ટમાં પ્રખ્યાત લેટિન વાક્ય “Alea iacta est” ઉમેર્યું, જેનો અર્થ થાય છે “પાસું ફેંકાઈ, ગયું છે.”
બાળકની સુરક્ષાને ટાંકીને અત્યાર સુધી ગોપનીયતા જાળવવામાં આવી હતી
સેન્ટ ક્લેરે કહ્યું કે તેણે અત્યાર સુધી આ માહિતીને ગોપનીય રાખી હતી, જેથી તેના બાળકની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. પરંતુ તાજેતરમાં જ તેને ખબર પડી કે મીડિયા આ સમાચારને ઉજાગર કરવા જઈ રહ્યું છે, જેના કારણે તેણે પોતે આગળ આવીને આ નિવેદન આપ્યું છે.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, “મારા બાળકની ગોપનીયતા અને સલામતી જાળવવા માટે મેં અત્યાર સુધી આ માહિતીને ગોપનીય રાખી હતી. પરંતુ તાજેતરમાં જ એ સ્પષ્ટ થયું કે ટેબ્લોઈડ મીડિયા તેને ઉજાગર કરવા જઈ રહ્યું છે, પછી ભલે તેનાથી ગમે તેટલું નુકસાન થાય.”
સેન્ટ ક્લેરે મીડિયાને તેના બાળકની ગોપનીયતા જાળવવાની અપીલ કરી અને કહ્યું કે તે તેના બાળકને સામાન્ય અને સુરક્ષિત વાતાવરણમાં ઉછેરવા માંગે છે. મીડિયાને અપીલ કરતાં તેણે લખ્યું, “હું ઇચ્છું છું કે મારું બાળક સામાન્ય અને સુરક્ષિત વાતાવરણમાં ઉછરે. તેથી, હું મીડિયાને વિનંતી કરું છું કે તે અમારા બાળકની ગોપનીયતાનું સન્માન કરે અને બિનજરૂરી રિપોર્ટિંગ ટાળે.”
થોડા સમય માટે સોશિયલ મીડિયાથી અંતર રાખવાની જાહેરાત
આ નિવેદનના ત્રણ કલાક પછી સેન્ટ ક્લેરે બીજી પોસ્ટ શેર કરી, જેમાં તેણે તેના સમર્થકોનો આભાર માન્યો અને થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવાની વાત કરી. તેણીએ લખ્યું, “સાચું કહું તો, હું તમારા બધા દયાળુ શબ્દો માટે આભારી છું. હું ઈચ્છું છું કે મને આ નિવેદન કરવાની જરૂર ન લાગે. બાળકોને પત્રકારોથી દૂર રાખવા જોઈએ. હવે હું મારા પરિવાર સાથે સમય વિતાવીશ અને થોડો સમય સોશિયલ મીડિયાથી દૂર રહીશ.”
જો આ દાવો સાચો સાબિત થશે તો એલન મસ્કનું આ 13મું બાળક હશે. મસ્કને તેમની પ્રથમ પત્ની, જસ્ટિન વિલ્સનથી પાંચ બાળકો છે. જોડિયા વિવિયન અને ગ્રિફીન, અને ત્રણ બાળકો કાઈ, સેક્સન અને ડેમિયન છે.
જ્યારે સિંગર ગ્રીમ્સથી ત્રણ બાળકો છે. – X Æ A-12 (X),એક્ઝા ડાર્ક સિડરેલ અને ટેક્નો મિકેનિકસ.જ્યારે ન્યુરાલિંકના એક્ઝિક્યુટિવ શિવોન ઝિલિસથી તેમને જોડિયા, સ્ટ્રાઈડર અને એઝ્યુર નામના સંતાનો છે.
તાજેતરમાં જ એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મીટિંગમાં મળ્યા હતા, જ્યાં ઝિલિસ અને તેમના બાળકો પણ હાજર હતા. પીએમ મોદીએ મસ્કના બાળકોને ભેટ પણ આપી હતી. આ અઠવાડિયે, મસ્ક વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગમાં તેમના ચાર વર્ષના પુત્ર ‘લિટલ એક્સ’ સાથે જોવા મળ્યા હતા, જ્યાં તેઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાજર હતા.
Alea Iacta Est pic.twitter.com/gvVaFNTGqn
— Ashley St. Clair (@stclairashley) February 15, 2025
એશ્લી સેન્ટ ક્લેરના રાજકીય કનેક્શન
એલન મસ્ક કે તેમના વકીલો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
દરમિયાન, સેન્ટ ક્લેર 40 અઠવાડિયાની સોશિયલ મીડિયાની ગેરહાજરી પછી Instagram પર પાછી ફરી અને 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્ઘાટનનો ફોટો શેર કર્યો. તેણી કાશ પટેલ અને વિવેક રામાસ્વામી જેવા અગ્રણી રાજકીય વ્યક્તિઓને પણ મળી છે, જેઓ વર્તમાન ટ્રમ્પ વહીવટમાં મુખ્ય હોદ્દા ધરાવે છે. હવે બધાની નજર એલન મસ્ક આ દાવા પર કેવી અને ક્યારે પ્રતિક્રિયા આપે છે તેના પર છે.