મુંબઈ : ‘બાહુબલી’ ફેમ પ્રભાસની અવેટેડ ફિલ્મ ‘સાહો’નું ટીઝર ગુરુવારે રિલીઝ થયું છે, ત્યારથી પ્રભાસના ફેન ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. આ ટીઝર સોશિયલ મીડિયા પર પણ ખુબ છવાયું છે. પરંતુ હદ તો ત્યારે થઇ ગઈ જયારે પ્રભાસના કેટલાક ફેન્સ ટીઝર જોઈને ક્રેઝી થઈને નાચવા લાગ્યા. જીહાં ! તાજેતરમાં જ એક એવો વિડીયો ફિલ્મની લીડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે શેર કર્યો છે.
13 મી જૂને ‘સાહો’નું ટીઝર રિલીઝ થતા જ દરેક જગ્યાએ લોકો સ્પાઇન ચિલીન્ગ સ્ટન્ટ સિકવેન્સ અંગે વાત કરતા નજરે પડે છે. આ સાથે કેટલાક ફેન્સે ડાન્સ કરીને તેના ફેન્સનું સ્વાગત કર્યું.
ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપૂર અને ફિલ્મ ટીમે હિન્દી અને ત્રણ અન્ય ભાષાઓમાં ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં તેનું ડેબ્યુ કરી રહી છે. સુજિતે ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. પ્રભાસની મુખ્ય ભૂમિકાવળી સ્પાઇ થ્રિલરમાં નીલ નિતીન મુકેશ, અરૂણ વિજય, જેકી શ્રોફ, મંદિરા બેદી, લાલ અને ચંકી પાંડે મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ યુવી ક્રિએશનના વામસી, પ્રમોદ અને વિક્રમ દ્વારા બનાવવામાં આવે છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2019 ના રોજ રિલીઝ થશે.