મુંબઈ : અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડેનો ક્રિકેટ સાથેનો સંબંધ એ છે કે જ્યારે વિશ્વ કપ આવે છે ત્યારે તે ચર્ચામાં આવે છે. પરંતુ આ સમયે પૂનમ તેના એક વિડીયોને કારણે ચર્ચામાં છે. પાકિસ્તાન દ્વારા તાજેતરમાં એક જાહેરાત રજૂ કરવામાં આવી જેમાં ભારતીય હવાઇ દળના અધિકારી અભિનંદન વર્ધમાનની મજાક ઉડાવવામાં આવી હતી. હવે આ જાહેરાતનો જવાબ આપવા માટે સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેએ વિડીયો શેર કર્યો છે.
છેલ્લા બે દિવસથી આ જાહેરાતનો ભારે વિરોધ થયો છે. સૌ પ્રથમ, પાકિસ્તાનની વહુ અને ભારતની પુત્રી સાનિયા મિર્ઝાએ વિડિયોનો વિરોધ કર્યો હતો, જ્યારે અભિનેત્રી પૂનમ પાંડેએ આ જાહેરાતનો એક આશ્ચર્યજનક રીતે જવાબ આપ્યો છે. હવે ઇન્ટરનેટ પર તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
જાહેરાત પરના તેના પ્રતિભાવને પોસ્ટ કરીને પૂનમ પાંડેએ તેમના વીડિયોને કૅપ્શન આપ્યું હતું કે, “પાકિસ્તાની એડ પર મારો જવાબ. #INDvPAK વર્લ્ડ કપ 2019.” અને તે કહેવું ખોટું નહીં હોય કે આ વિડીયો નિર્વિવાદ રીતે પાકિસ્તાન માટે પૂનમની પોતાની શૈલીમાં પ્રતિક્રિયા હતી. આ વિડીયો એક દિવસમાં 15 લાખ વખત જોવામાં આવ્યો છે.
વીડિયોમાં પૂનમ કહે છે કે, “મેં કાલે વ્હોટ્સએપ પર આ પાકિસ્તાની જાહેરાતને જોઈ, જેમાં એક યુદ્ધના જવાનની મજાક ઉડાવવામાં આવી હતી. ડિયર પાકિસ્તાન આ કૂલ નથી.”
ઉલ્લેખનીય છે કે, પૂનમે હાલમાં જ ઇન્ડિયાની પહેલી મેચના દિવસે સેમિન્યુડ તસવીર શેર કરી હતી. જેના કારણે ચર્ચામાં છે. આ સાથે જ હવે તેનો આ વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.