મુંબઈ : તાપસી પન્નુ તેની દરેક ફિલ્મ બાદ ફેન્સને ચોંકાવી દે છે. ‘પિંક’થી લઈને બદલા સુધી તાપસીનું દર કેરેક્ટર દર્શકોને હલાવી દે છે. તાપસીની ફિલ્મ ‘ગેમ ઓવર’ આ શુક્રવારે રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછીથી ફેન્સને ફિલ્મની આતુરતાથી રાહ હતી.
ફિલ્મ રિલીઝ થયા પછી પણ પ્રેક્ષકો તેની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. તાપસીની એક્ટિંગ અને ડારેક્ટર અશ્વિન સરવનનનું દિગ્દર્શક કોઈ શંકા વિના સફળ રહ્યું છે. ઉલ્લેખનીય કે, ફિલ્મને બૉલીવુડ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરી છે.
શું છે ફિલ્મની સ્ટોરી
ફિલ્મની શરૂઆત જ એવા સીનથી થાય છે જે આત્માને થથડાવવા માટે પૂરતો છે. ફિલ્મ શરુ થતાની સાથે જ એક બ્રુટલ મર્ડરથી જેમાં એક છોકરીની હત્યા કરવામાં આવે છે. તે બાદ સ્ટોરી તાપાસી તરફ આગળ વધે છે જ્યાં તાપસી મોટા ઘરમાં મેડ સાથે રહે છે.
તાપસી વિડીયો ગેમ બનાવી છે અને તેના મિત્રો નથી. બસ અહીંથી એક સાઈકો થ્રિલર શરૂ થઇ જાય છે. તાપસીને અંધારામાં ડર લાગે છે અને તેની જિંદગી ઉલજેલી છે જેમાં કોઈ રાજ છુપાયેલું છે. તેને સુલઝાવવા માટે તમારે આ ફિલ્મ જોવું પડશે.