Firing Hospital in Pennsylvania પેન્સિલવેનિયાના હોસ્પિટલમાં ગોળીબાર: અનેક લોકો ઘાયલ, પોલીસએ હુમલાખોરને ઠાર માર્યો
Firing Hospital in Pennsylvania 22 ફેબ્રુઆરી, 2025 ના રોજ પેન્સિલવેનિયાના સેન્ટ્રલ વિસ્તારમાં આવેલ UPMC મેમોરિયલ હોસ્પિટલમાં ગોળીબારની ઘટના બની હતી. એક વ્યક્તિએ હોસ્પિટલમાં ઘૂસીને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના પરિણામે અનેક લોકો ઘાયલ થયા. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને એન્કાઉન્ટરમાં હુમલાખોરને ઠાર માર્યો.
Firing Hospital in Pennsylvania પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું અને માહિતી આપવામાં આવી હતી કે, “હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું. હોસ્પિટલ હવે સુરક્ષિત છે અને પોલીસ અમારા સ્થાનિક અને ફેડરલ ભાગીદારો સાથે સ્થળ પર હાજર છે”
I’ve been briefed on the tragic shooting at UPMC Memorial Hospital in York County and I am on my way to the scene.
The hospital is now secure and members of the @PAStatePolice and @PEMAHQ are on the ground responding alongside our local and federal partners.
Follow the…
— Governor Josh Shapiro (@GovernorShapiro) February 22, 2025
આ ઘટના પછી, સ્થાનિક અને ફેડરલ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે, અને આ સમય સુધી પેન્સિલવેનિયાની સુરક્ષા વ્યવસ્થા માટે પગલાં લેવાઈ રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું, “સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરો અને આ વિસ્તારથી દૂર રહો. જેમ જેમ વધુ માહિતી ઉપલબ્ધ થશે તેમ તેમ અમે શેર કરીશું.”
https://twitter.com/tparon/status/1893346509933973580
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, પોલીસનું વાહન હોસ્પિટલ તરફ આવી રહ્યું છે અને લોકો હોસ્પિટલ પરિસરમાંથી ભાગી રહ્યા છે. ગોળીબાર બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. અહેવાલો અનુસાર, ગોળીબારમાં બે કાયદા અમલીકરણ અધિકારીઓ અને એક નર્સ ઘાયલ થયા છે.
હોસ્પિટલના એક અધિકારીને ટાંકીને કહ્યું, “શનિવારે એક બંદૂકધારી હોસ્પિટલની અંદર હતો અને તેણે ગોળીબાર કર્યો.” હોસ્પિટલ પ્રશાસને કહ્યું, “હોસ્પિટલ હવે સુરક્ષિત છે અને ખતરો ટળી ગયો છે.”
સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ અનુસાર, યોર્ક સ્થિત યુપીએમસી મેમોરિયલના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ દર્દી ઘાયલ થયા નથી અને બંદૂકધારી માર્યો ગયો છે. તેમણે એ પણ માહિતી આપી કે કાયદા અમલીકરણ એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ રહી છે.