Harshit Rana vs Mohammad Rizwan: મોહમ્મદ રિઝવાન અને હર્ષિત રાણાની મેદાનમાં જ ટક્કર, ગૌતમ ગંભીરનો લાડકો ગુસ્સાથી લાલ!
Harshit Rana vs Mohammad Rizwan: ભારત-પાકિસ્તાન મેચ હોય અને મેદાન પર કોઈ ઉત્સાહ ન હોય તે કેવી રીતે શક્ય છે? ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે બંને કટ્ટર હરીફ આમને-સામને હતા. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રુપ A મેચ દરમિયાન હર્ષિત રાણા અને મોહમ્મદ રિઝવાન વચ્ચે ટક્કર થઈ હતી.
21મી ઓવરની ઘટના
આ ઘટના મેચની પહેલી ઇનિંગ દરમિયાન એટલે કે પાકિસ્તાનની બેટિંગ દરમિયાન બની હતી. હર્ષિત રાણા ભારત માટે 21મી અને તેની પાંચમી ઓવર ફેંકવા આવ્યો. મોહમ્મદ રિઝવાને રાણાના બોલ પર સિંગલ લેવાનું વિચાર્યું અને દોડ્યો, આ દરમિયાન હર્ષિત રાણા પોતાનો ફોલોથ્રુ પૂરો કર્યા પછી પીચ પર ઊભો હતો. ત્યાં દોડતી વખતે, રિઝવાનની નજર બોલ પર હતી. આ મૂંઝવણમાં બંને ક્રિકેટરો અથડાયા.
હર્ષિત રાણા ગુસ્સે ભરાયા
આ ટક્કર બાદ હર્ષિત રાણા અને પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાન વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ૨૧મી ઓવરના છેલ્લા બોલ પર, હર્ષિત રાણાએ મોહમ્મદ રિઝવાનને શોર્ટ બોલ ફેંક્યો, જેને રિઝવાને ડીપ સ્ક્વેર લેગ તરફ ફટકાર્યો. રન પૂર્ણ કરતી વખતે રિઝવાનનો ખભો હર્ષિત રાણાને સ્પર્શતાની સાથે જ ભારતીય ફાસ્ટ બોલર ગુસ્સે થઈ ગયો. આ પછી તરત જ, બ્રોડકાસ્ટર્સે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર કેમેરા કેન્દ્રિત કર્યો.
Kalesh b/w Harshit Rana and Rizwan pic.twitter.com/3I6v7OyhFD
— Vijay (@veejuparmar) February 23, 2025
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી
આ બ્લોકબસ્ટર મેચમાં, પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને સમાચાર લખાય ત્યાં સુધી, 30 ઓવરમાં ત્રણ વિકેટે 154 રન બનાવી લીધા હતા. સઈદ શકીલ ૫૮ રન બનાવીને રમી રહ્યા છે અને સલમાન આગા ૨ રન બનાવીને રમી રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ (23) અને ઇમામ-ઉલ-હક (10) અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન (77 બોલમાં 46) પેવેલિયનમાં પાછા ફર્યા હતા.
ગરમીને કારણે રોહિત અને શમી મેદાન છોડી ગયા
ભારતીય ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે ઝડપી બોલર મોહમ્મદ શમી લગભગ 20 મિનિટ સુધી મેદાનની બહાર રહ્યો. જોકે, તે ટૂંક સમયમાં મેદાનમાં પાછો ફર્યો અને બોલિંગ કરી. દુબઈની ગરમીમાં કેપ્ટન રોહિત શર્મા પણ અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને તેને મેદાન છોડવું પડ્યું. તેમના સ્થાને શુભમન ગિલે કમાન સંભાળી.