Ind vs Pak : ભારતીય બોલરોનો કહેર! પાકિસ્તાન 241 રનમાં ઓલઆઉટ, કુલદીપ-હાર્દિકનો જલવો
Ind vs Pak : દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી હાઈ-પ્રોફાઇલ મેચમાં પાકિસ્તાનની ટીમ 241 રનમાં સમેટાઈ ગઈ. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ભારતીય બોલરોની શાનદાર પ્રદર્શન સામે તેમની ટીમ 49.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ.
પાકિસ્તાન તરફથી સઈદ શકીલે સૌથી વધુ 62 રન બનાવ્યા, જ્યારે મોહમ્મદ રિઝવાને 46, ખુશદિલ શાહે 38 અને બાબર આઝમે 23 રનનું યોગદાન આપ્યું. બીજી બાજુ, ભારતીય બોલરોમાં કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી, જ્યારે હાર્દિક પંડ્યાએ 2 અને અક્ષર પટેલ, હર્ષિત રાણા, રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી.
આ મુકાબલો ભારત માટે મહત્વપૂર્ણ છે, કારણ કે જો રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આ મેચ જીતે, તો તે સીધું ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે. બીજી બાજુ, પાકિસ્તાન માટે આ મેચ તેની ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે છેલ્લી તક હતી. આ મેચ પહેલા પાકિસ્તાને ટીમમાં એક ફેરફાર કર્યો હતો, જ્યાં ઈજાગ્રસ્ત ફખર ઝમાનના સ્થાને ઈમામ ઉલ હકને મોકો આપવામાં આવ્યો હતો, તે ફક્ત 10 રન બનાવી રનઆઉટ થઈ ગયો.