આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં સુરત ખાતે આવેલી લાજપોર સેન્ટ્રલ જેલમાંથી પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. ત્યારે કેદીઓને પણ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. ખાસ જેલના બંદીવાન કેદી દ્વારા પરિક્ષાર્થી કેદીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.10 અને 12ની પરીક્ષાનો આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થનાર છે. જેને અનુલક્ષીને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ આ વર્ષે 22 કેદી પરીક્ષાર્થીઓ માટે જેલમાં જ અલગ સેલ બનાવવામાં આવ્યો છે જયાં કેદી વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષા આપશે.જેમાં ઘો 10 માં 15 વિદ્યાર્થીઓ છે જેની અંદર 3 પાકા કામની સજા કાપતા બંદીવાન છે ઘો 12 માં 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ગત વર્ષ એ માત્ર એક બંદીવાન કેદી નાપાસ થયો હતો આમ 90 % રિજલ્ટ આવ્યું હતું આ વર્ષે 22 વિદ્યાર્થીઓ જે બંદીવાન કેદી આપી રહ્યા છે
આ પરીક્ષામાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 અંતેવાસી પરીક્ષા આપવાના હોઈ તેઓની માટે જેલમાં જ અલગ પરીક્ષા કેન્દ્ર તરીકે સેલની ફાળવણી કરવામાં આવી છે. સુરત ની લાજપોર જેલમાંથી 22 જેટલા બંદીવાનો પરીક્ષા આપનાર છે. જેને લઇને વેલ્ફેર અધિકારીની બદલી અન્ય જગ્યા થઇ ગઈ હતી આ સમ્રગ તૈયારી બંદીવાન કેદી દ્વારા જેલમાં આ પરીક્ષા આપનાર કેદીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. જેમની માટે એક અલગ સેલ બનાવવામાં આવ્યો છે.જ્યાં જેલના કેદી ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
હાલ વેલ્ફેર અધિકારી ની બદલી થઇ જતા કેદી વિદ્યાર્થીઓ ભવિષ્ય લઈને જેલ અઘીયક્ષ જે એન દેસાઈ દ્વારા તેમને પરીક્ષાને લઈને ખાસ અભ્યાસ કરવામાટે જેલમાં અન્ય સજા કે આવેલા કેદી દ્વારા કરવામાં આવ્યો હતો .. આ વખતે એસએસસીમાં 15 બદીવાનો ફ્રેશર પરીક્ષા આપશે. એચએસસીમાં 7બદીવાનો જેમાં . જેલમાં જે સેલમાં પરીક્ષા આપવામાં આવશે. ત્યાં સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ બદીવાનો પરીક્ષા આપશે.આ વર્ષે જેલના કેદી ભવિષ્ય નહિ બગડે તે માટે સુરત લાજપોર જેલ અધીયક્ષ જે એન દેસાઈ અને જેલરેઓએ પણ મહેનત કરી હતી આટલી મોટી જેલમાં 22 કેદી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યં છે