Chamoli Glacier Burst: 4 કામદારોના મોત, 46 સારવાર હેઠળ, 5 લોકોના બચાવ કાર્ય હજુ ચાલુ
Chamoli Glacier Burst: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નિર્માણાધીન બદ્રીનાથ હાઇવે પર હિમપ્રપાતને કારણે શુક્રવારે એક મોટી દુર્ઘટના ઘટી. આ અકસ્માતમાં 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 33 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 22 કામદારો હજુ પણ બરફમાં ફસાયેલા છે. બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ બરફવર્ષા અને હાઇવે બંધ થવાને કારણે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
આ અકસ્માતમાં ચાર કામદારોના મોત થયા છે, અને 46 અન્ય લોકો સારવાર હેઠળ છે. ITBP અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, પરંતુ NDRFની ટીમ બરફવર્ષાને કારણે રસ્તામાં અટવાઈ ગઈ છે. વહીવટીતંત્રે બંકરોની તપાસ શરૂ કરી દીધી છે અને વાયુસેના પાસેથી પણ મદદ માંગવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે, જેના કારણે બચાવ કામગીરીમાં વધુ મુશ્કેલીઓ આવી શકે છે. વહીવટીતંત્રે લોકોને ઊંચાઈવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે.