મુંબઈ : બૉલીવુડ અભિનેતા ટાઇગર શ્રૉફ ઘણીવાર તેના ફિટનેસ અને ડાન્સ માટેના સમાચારમાં છવાયેલો રહે છે. ટાઇગરએ લિજેન્ડરી સિંગર અને કલાકાર માઈકલ જેક્સનની ડેથ એનિવર્સરી પર ડાન્સ ટ્રિબ્યુટ આપ્યું હતું. જેમાં ટાઇગર રણવીર સિંહના પ્રખ્યાત ગીત ‘ખલીબલી’ ગીત પર ડાન્સ કરે છે. ટાઈગરે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 14 લાખથી વધુ વ્યુ મળ્યા છે.
ટાઈગરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કરવાની સાથે લખ્યું છે કે, “વિશ્વાસ જ નથી થતો કે 9 વર્ષ થઇ ગયા.” ટાઈગરે આ વિડીયો પર રણવીર સિંહને પણ ટેગ કર્યો છે. આ વીડિયોમાં ટાઇગર માઈકલ જેકસનના ફેમસ સ્ટેપ કરતો નજરે પડે છે. નોંધનીય છે કે, રણવીરે ટાઇગરને રીપ્લાય કરતા લખ્યું કે, “નાયબ મૂવ્સ।.. હબીબી.”