મુંબઈ : બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર આ દિવસોમાં સતત સમાચારમાં છે. બુધવારે અર્જુન 34માં જન્મદિવસની ઉજવણી કરશે. આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે, અર્જુન તેની કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે ન્યુયોર્ક ગયો છે. મુંબઈ એરપોર્ટ પર બંને સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના સંબંધોના કારણે સતત સમાચારમાં છે. ભૂતકાળમાં, અર્જુનએ તેના અને મલાઈકાના સંબંધનો ઓફિશિયલ જાહેર કરતા કહ્યું હતું કે, તે નથી ઇચ્છતા નથી કે લોકોને એવું લાગે કે તેઓ આ સંબંધને છુપાવી રહ્યા છે. અર્જુન કપૂરે કહ્યું કે અમને મીડિયાથી ઘણો પ્રેમ, આદર અને ટેકો મળ્યો છે, તેથી અમે આગળ આવ્યા અને અમારા સંબંધોને ઓફિશિયલ કરવાનું જરૂરી સમજ્યું. અમે મીડિયા સામે આવીને કંફર્ટેબલ અનુભવ કરી રહ્યા છીએ.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર અર્જુન અને મલાઈકાનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં બંને મુંબઈ એરપોર્ટ પર દેખાઈ રહ્યા છે. નોંધનીય છે કે, 26 જૂન, 1985ના રોજ બોની કપૂર અને મોના સુરીના ઘરે જન્મેલા અર્જુને ફિલ્મ ‘ઇશકજાદે’થી બોલીવુડમાં ડેબ્યુ હતું. તાજેતરમાં રિલીઝ થયેલી અર્જુનની ફિલ્મ ‘ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ની ક્રિટિક્સે ખુબ પ્રશંસા કરી છે.