મુંબઈ : બૉલીવુડમાં ઘણા ટ્રેન્ડ આવે અને જાય પરંતુ કૉમેડીનો ટ્રેન્ડ હંમેશા સદાબહાર રહે છે. તેથી, જ્યારે દિલજીત દોસાંજ, કૃતિ સેનન અને વરુણ શર્માની ફિલ્મ ‘અર્જુન પટિયાલા’નું ટ્રેલર રિલીઝ થતા જ વાયરલ થઇ ગયું હતું. આ મૂવી ટૂંક સમયમાં બૉક્સ ઑફિસમાં મોટી ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ દરમિયાન, આ કોમેડી ફિલ્મનું પ્રથમ ગીત ‘મેં દીવાના તેરા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત એટલું જબરદસ્ત છે કે રિલીઝ થતાની સાથે જ લોકોનું હૃદય સ્પર્શ કર્યું છે.
આ ગીતને ટી-સીરીઝના સત્તાવાર યુ ટ્યુબ એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત એટલું સુંદર છે કે લોકો વારંવાર તે સાંભળતા હોય છે. ‘મેં દીવાના તેરા’ ગીત પ્રસિદ્ધ પંજાબી ગાયક ગુરુ રંધાવા દ્વારા ગાવામાં આવ્યું છે, જેના લિરિક્સ અને સંગીત અત્યંત સુંદર છે. આ સાથે જ વીડિયોમાં અભિનેતા દિલજીત દોસાંજ અને કૃતિ સેનનની કેમસ્ત્રી જોવા મળે છે.