મુંબઈ : આજકાલ ભારતીય બોક્સ ઓફિસ પર શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ ધમાકેદાર કમાણી કરી રહી છે એવામાં શાહિદ કપૂર આ ફિલ્મની સફળતાની તેમના પરિવાર સાથે ઉજવી રહ્યો છે. તાજેતરમાં, રમૂજી વિડીયો શાહિદની પત્ની મીરા રાજપુત સાથે અને અન્ય વિડીયો શાહિદના ભાઈ ઇશાન ખત્તાર સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, આ કુટુંબ ફિલ્મની સક્સેસ ઉજવણીના મૂડમાં છે.
પોતાની ફિલ્મની રેકોર્ડ બ્રેક કમાણીને લઈને શાહિદ કપૂરની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. કદાચ એટલા માટે મીરા, શાહિદ અને ઇશાન આ ક્ષણે એન્જોય કરવામાં કોઈ કચાશ છોડી રહ્યા નથી. આ વિડીયો જોનાર ફેન્સ પણ ખુબ એક્સાઇટમેન્ટ સાથે તેના પર કમેન્ટ્સ કરી રહ્યા છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ અનુસાર, 5 દિવસ એટલે કે મંગળવારે 16.53 કરોડ રૂપિયાના કલેક્શનની સાથે ભારતમાં ફિલ્મની અત્યાર સુધીની કમાણી 104.90 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ સાથે જ 2019માં સૌથી ઝડપથી 100 કરોડના ક્લબમાં શામેલ થનારી બીજી ફિલ્મ બની ગઇ છે. લિસ્ટમાં સલમાન ખાનની ‘ભારત’ સૌથી ઉપર છે, જેણે માત્ર 4 દિવસમાં આ આંકડો પાર કરી લીધો હતો. જોકે ‘ભારત’ ની સરખામણીએ ‘કબીર સિંહ’ ને 1577 સ્ક્રીન્સ ઓછી મળી છે.
‘કબીર સિંહ’ દેશભરમાં કુલ 3123 સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે. આ તેલૂગુ બ્લોકબ્સ્ટર અર્જૂન રેડ્ડીની રિમેક છે. આ ફિલ્મને સેન્સર બોર્ડે એ સર્ટિફિકેટ આપ્યું છે. આ ફિલ્મ તમિલમાં ‘આદિત્ય વર્મા’ના ટાઈટલ સાથે બની છે.