This Household Item is Hub of Germs: આ ઘરેલું વસ્તુ છે બેક્ટેરિયાનો ભંડાર, હંમેશા હાથમાં રહે છે
This Household Item is Hub of Germs: હવે તમે જે પણ સ્પર્શ કરો છો તે સ્વચ્છ છે એવું માનવું ખોટું સાબિત થઈ શકે છે. આપણું ઘર દેખાવમાં સ્વચ્છ હોવા છતાં કેટલીક વસ્તુઓમાં જીવાણુઓનો ભંડાર હોય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ખાસ કરીને કેટલીક એવી વસ્તુઓ જે હંમેશા હાથમાં રહે છે, પણ સાફ કરવાનું ભૂલી જઈએ છીએ.
રિમોટ: ટોયલેટ સીટથી પણ વધુ ગંદુ!
એરિઝોના યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ, ઘરના રિમોટમાં 48 કલાક સુધી જીવાણુઓ ટકી શકે છે. ઘરના દરેક વ્યક્તિ તેને સ્પર્શ કરતી હોવાથી તેમાં ટોયલેટ સીટ કરતાં પણ વધુ બેક્ટેરિયા હોઈ શકે. બાળકો ખાસ કરીને રિમોટને હાથ લગાડી ખાવાના સામાનને સ્પર્શ કરે છે, જે તેમની તંદુરસ્તી માટે જોખમી સાબિત થઈ શકે છે.
તમારો સ્માર્ટફોન અને ઓશીકાનું કવર પણ જોખમી
જર્નલ ઓફ એપ્લાઈડ માઇક્રોબાયોલોજી અનુસાર, ફોન ટોયલેટ સીટ કરતાં દસ ગણા વધુ બેક્ટેરિયા ધરાવે છે, કારણ કે આપણે તેને સતત હાથમાં રાખીએ છીએ. વધુમાં, ઓશીકાનું કવર પણ ઘણીવાર જીવાણુઓ ભરેલું હોય છે, કારણ કે વાળ અને ચામડીમાંથી નીકળતા તેલ અને મેલને કારણે તે ઝડપથી ગંદુ બને છે.
આવી વસ્તુઓને નિયમિત રીતે સાફ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીતર તે બીમારીઓનું કારણ બની શકે.