MG મોટર્સ દ્વારા MG Hector SUVને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીની આ પ્રથમ કાર છે, જેને ભારતમાં લોન્ચ કરવામાં આવી હોય. કંપનીએ આનો પ્રારંભિક ભાવ 12.18 લાખ રૂપિયા રાખ્યો છે. આ કારનું પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કાર પોતાની સેગમેન્ટની પહેલી કાર છે.
ઈન્ટનેટ કાર હોવાના કારણે આમાં 100થી વધારે ફિચર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી ફિચર્સ હોવાના કારણે કંપનીએ અનેક દિગ્ગજ ટેક કંપનીઓ સાથે ભાગીદારી પણ કરી છે. ખાસ વાત એ છે કે આમાં OTA( ઓવર ધ વાયર) મારફત અપડેટ્સ મળતા રહેશે. ઈન્ટરનેટ કાર ટેગ હોવાના કારણે કારને બહુ લોકપ્રિયતા મળી શકે છે, પણ અહીંયા કેટલાક કારણો આપવામાં આવ્યા છે જેના કારણે આ કાર ખરીદવાનું યોગ્ય સાબિત થઈ શકશે નહીં.
MG મોટર્સ દ્વારા MG Hector SUV કારમાં નાના વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આમાં 17 ઈંચ અલોય વ્હીલ્સ અપાયા છે. આના કારણે આ કાર વધુ રગ્ડ થઈ શકશે નહીં.
કંપનીએ લોન્ચીંગ પહેલાં કારનું મીડિયા ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને એક્સપર્ટ્સનું કહેવું છે કે આ કારના પટ્રોલ એન્જિનમાં વધારે પાવર નથી. આ કારને 1.5 લીટર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરાઈ છે.
કારની લંબાઈ 4655 એમએમ અને પહોળાઈ 1835 એમએમ તથા વ્હીલબેઝનું માપ 2750 એમએમ છે. આવામાં આ કાર રસ્તા પર વધારે જગ્યા રોકશે અને અમદવાદ, સુરત અને રાજકોટ તેમજ દિલ્હી જેવા શહેરોમાં પાર્કીંગની સમસ્યા ઉભી થશે.
ભારતમાં MG મોટર્સની એન્ટ્રી SAIC ( શાંઘાઈ ઓટોમોટીવ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન) દ્વારા કરવામાં આવી છે. એટલે કે MG મોટર્સની પેરેન્ટ કંપની તરીકે SAIC છે અને SAIC એક ચીનની કંપની છે. ભારતીય ચાઈનીઝ કંપની હોવાના કારણે લોકો આ કાર પર વધારે ભરોસો મૂકશે તે અંગે મસમોટી શંકા છે.
હાલમાં તો MG Hectorનું 5 સીટર મોડલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ સેવન સીટર મોડલ લોન્ચ કરાશે. આવી સ્થિતિમાં 5 સીટર મોડલ ખરીદવાનું ગ્રાહકો માટે હિતાવહ અને લાભદાયી રહેશે નહીં.