Nightclub Fire In North Macedonia: ઉત્તર મેસેડોનિયામાં નાઈટક્લબમાં ભીષણ આગ, 51ના મોત, ઘણા ઘાયલ
Nightclub Fire In North Macedonia : ઉત્તર મેસેડોનિયાના કોકાની શહેરમાં એક નાઈટક્લબમાં ભયાનક આગ લાગવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 51 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આગ કેવી રીતે લાગી?
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, 15 માર્ચની મોડી રાત્રે DNA બેન્ડનું લાઈવ કોન્સર્ટ ચાલી રહ્યું હતું, દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
ફટાકડાંમાંથી ઉદ્ભવેલા ચિંકારાથી આગ લાગી, જે ટૂંક સમયમાં નાઈટક્લબની છત સુધી ફેલાઈ ગઈ.
આ દુર્ઘટના વખતે ક્લબમાં લગભગ 1,500 લોકો હાજર હતા, જેના કારણે બચાવ માટેની પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની.
આગ એટલી ઝડપી ફેલાઈ કે લોકોને બહાર નીકળવાનો સમય મળ્યો નહીં, અને તાત્કાલિક ભયાવહ દ્રશ્યો સર્જાઈ ગયા.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
ઉત્તર મેસેડોનિયાની પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસના અધિકારીઓએ જણાવ્યુ કે: “ઘટનાસ્થળે તાકીદની રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.”આગમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ બચાવ કાર્ય માટે તમામ શક્ય મદદ કરી રહી છે. કોકાની શહેર મેસેડોનિયાની રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે, જ્યાં આ દુર્ઘટના ઘટી. અત્યાર સુધીમાં આગ લાગવાનાં ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે, અને અધિકારીઓ આ મામલે વધુ વિગતો જલદી જાહેર કરશે.