Viral Reddit Post: ત્રણ ઈન્ટરવ્યુ પાસ કર્યા છતાં નોકરી ન મળી, કંપનીના અજીબ કારણથી પોસ્ટ વાયરલ!
Viral Reddit Post: આજકાલ નોકરી માટે ઉમેદવારોને અનેક ઇન્ટરવ્યુ પાસ કરવા પડે છે, પણ ક્યારેક કંપનીઓ વિચિત્ર કારણોસર નોકરી આપવાનો ઇનકાર કરે છે. તાજેતરમાં, એક યુવાને સોશિયલ મીડિયા પર શૅર કરેલી એક પોસ્ટ ચર્ચાનો વિષય બની છે, જેમાં તેણે ત્રણ ઇન્ટરવ્યુ પાસ કરવા છતાં નોકરી ન મળ્યાનો અનુભવ શૅર કર્યો છે.
એક Reddit યુઝરે લખ્યું કે તેણે LinkedIn મારફતે જાપાનની એક કંપનીમાં અરજી કરી, અને તરત જ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો. તેને અનેક રાઉન્ડ પાસ કર્યા, પરંતુ અંતિમ ચરણમાં, HRએ તેની ઉંમર અને પગાર વિશે પ્રશ્નો પૂછ્યા. યુવાને કહ્યું કે તે 21 વર્ષનો છે અને તેના અનુભવ પ્રમાણે પગારની માંગ કરી. HRએ આ જવાબને પસંદ ન કર્યો, અને પછી આ નોકરી અંગે વધુ વાતચીત ન થઈ.
Get rejected because too young
byu/Affectionate_Law5796 inrecruitinghell
જ્યારે યુવાને કંપની સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને ટૂંકો જવાબ મળ્યો કે તેની ઉંમર તેના પગાર માટે ઓછી છે, એટલે કે તેને નોકરી આપવામાં આવી નહીં.
આ પોસ્ટ વાયરલ થતાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે “જાપાનમાં ઉંમરને વધારે મહત્વ આપવામાં આવે છે,” તો કોઈએ લખ્યું કે “કેટલીક કંપનીઓ અસ્વીકારનું સાચું કારણ કહી શકતી નથી.”